ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા વર્ષ 2020-21 માટે સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સની તેઓ દ્વારા નક્કી કરવામાં આવેલ ધારાધોરણોનું રાજ્યનાં ફુડ સેફ્ટી ઓથોરિટી દ્વારા કરવામાં આવતા પાલનના આધારે સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સની ગણતરી કરવામાં આવે છે. બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. જેમાં 2020-21 ના સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સમાં સમગ્ર દેશમાં ગુજરાત 72 ટકા સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. 70 ટકા સાથે કેરળ બીજા ક્રમે અને તમિલનાડુ 64 ટકા સાથે ત્રીજા ક્રમે આવ્યો છે.

ગત વર્ષ 2019-20 ના સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સમાં પણ ગુજરાત પ્રથમ નંબરે રહ્યું હતું. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ માટે ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ધારાધોરણો માટે રાજ્યના ઓવરઓલ પરફોર્મન્સ ઓન ફૂડ સેફ્ટીના આધારે પસંદગી કરવામાં આવે છે. આ ધારાધોરણોમાં ફુડ સેમ્પલિંગ, ટેસ્ટિંગ, લેબોરેટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેનિંગ, લાયસન્સ અને રજીસ્ટ્રેશન અને રાજ્યમાં મળતા ખોરાકની ગુણવત્તા ઉપર ભાર મુકવામાં આવે છે.