30 જૂનએ ગુજરાત સરકાર(Gujarat government) દ્વારા જાહેર કરાયેલ અનલોક-1(Unlock-1) સમાપ્ત થઇ રહ્યું છે. અને 1 જુલાઈથી અનલોક-2નો પ્રારંભ થયો છે. જેને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણી(CM Vijay Rupani) દ્વારા રાત્રી ખુલ્લી રાખવા દુકાનો અને હોટેલોને લઇ મહત્વનો નિર્ણય લેવાયો છે. સરકારના આદેશ મુજબ આવતીકાલથી રાજ્યમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી અને હોટેલ રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ખુલી રાખી શકાશે.
રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ
મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ, ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈથી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે.
કર્ફ્યુમાં 1 કલાકની રાહત
ઉલ્લેખનીય છે કે, અનલોક 1માં સાંજના 7 વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી. સરકારની હવે અનલોક-2ની છૂટ દ્વારા આમ હવે દુકાન ધારકોને એક કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને બે કલાકની વધુ રાહત આપી છે. જ્યારે કર્ફ્યુમાં પણ 1 કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
જણાવી દઈએ કે સાઉથ ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને મુખ્યમંત્રી વિજય રૂપાણીને અનલોક-2માં રાત્રિના 12થી સવારે 5 કરફ્યૂ રાખી રેસ્ટોરન્ટને રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની માંગણી કરાઈ હતી.
આ પણ વાંચો : પ્રતિબંધ લાગતા Tiktok Indiaએ આપી સફાઈ, જાણો શું કહ્યું
