ભૂતપૂર્વ વડાપ્રધાન ટેરીજા મે ની બ્રિક્ઝિટ રણનીતિના મુખ્ય ટીકાકોરોમાં શામિલ પ્રીતિ પટેલએ બુધવારના નવા પ્રધાનમંત્રી બોરિસ જોનસનની કેબિનેટમાં ગૃહમંત્રીના રૂપમાં કાર્યભાર સાંભળ્યો. આ સાથે જ તેઓ બ્રિટેનમા ભારતીય મૂળના પહેલા ગૃહમંત્રી બન્યા.
પ્રીતિ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વમાં ‘બૈક બોરિસ’ અભિયાનના મુખ્ય સભ્ય હતા અને પહેલેથી સંભાવના હતી કે તેમને નવી કેબિનેટમાં કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે.
તેમણે તેમની નિયુક્તિની ઘોષણાના થોડાં કલાક પહેલા જ કહ્યુ, આ મહત્વપૂર્ણ છે કે કેબિનેટ આધુનિક બ્રિટેન અને આધુનિક કન્ઝર્વેટિવ પાર્ટીને પ્રદર્શિત કરે. પ્રીતિએ કહ્યું કે, હું મારા દેશને સુરક્ષિત રાખવા માટે, મારા લોકોને સુરક્ષિત રાખવા માટે, અને ગુનાના સંકટથી લડવા માટે મારાથી બનતા તમામ પ્રયત્ન કરીશ.
47 વર્ષીય પ્રીતિને 2010 માં પહેલી વાર એસેક્સમા વિથમ માટે કન્ઝર્વેટિવ સંસદના રૂપમા પસંદ કરવામા આવ્યા હતા. તેઓ 2014 મા જુનિયર મિનિસ્ટરીયલ પોસ્ટ,ટ્રેઝરી મિનિસ્ટર અને 2015 ના સામાન્ય ચૂંટણીના પછી એમ્પ્લોય મિનિસ્ટરના પદ પર નિયુક્ત થયા. આ અગાઉ 2016 મા તેમને ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (DfID) મા રાજ્ય સચિવના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ભારત-બ્રિટેનના સંબંધો પર નવો મુકામ
ભારત અને બ્રિટેનના સંબંધો પર પ્રીતિએ ‘બિલ્ડીંગ બ્રિજ: રિવાકેનીંગ યુકે-ઇન્ડિયા સંબંધો’ ના સંદર્ભમાં ગત મહિને જાહેર થયેલા ભારતના પહેલા રિપોર્ટના અંગે કહ્યું કે, યુકે અને ભારતના વચ્ચેના સંબંધોને ફરી થી નવો મુકામ આપવા કહે છે. પ્રીતિ લંડનમાં રહેતાં ભારતીયો અને ગુજરાતીઓના ઘણાં કાર્યક્રમમાં હાજર રહે છે. પ્રીતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ ઘણાં મોટા પ્રશંસકમાં સ્થાન ધરાવે છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.