આજકાલ લોકો પોતાના વાહનોમાં પસંદગીના નંબરો લગાવવાનું પસંદ કરે છે ત્યારે ગુજરાતીઓ આ નંબર મેળવવાં માટે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે આ અંગે જાણવા મળતા આંકડા મુજબ ગુજરાતીઓએ છેલ્લા પાંચ વર્ષમાંપોતાની પસંદના નંબર મેળવવા 300 કરોડ રૂપિયા ખર્ચ્યા છે તેમજ આરટીઓ પાસે આ અંગે વર્ષે આશરે 24 હજાર જેટલી અરજીઓ આવે છે.

મનપસંદ નંબર મેળવવા આરીટીઓ પાસે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 12 લાખ જેટલી અરજીઓ આવી છે જેમાંથી રાજ્ય વાહન વ્યવહાર વિભાગે વર્ષ 2014-15માં 2.20 લાખ, વર્ષ 2015-16માં 2.31 લાખ, વર્ષ 2016-17માં 2.41 લાખ, વર્ષ 2017-18માં 2.49 લાખ અને વર્ષ 2018-19માં 2.26 લાખ વાહનોને પસંદગીના નંબર આપવામાં આવ્યાં છે.
દર વર્ષે રાજ્ય સરકારને પસંદગીનાં નંબર પેટે સરેરાશ 60 કરોડ જેટલી માતબર રકમની આવક થઇ રહી છે. રાજ્ય સરકારની છેલ્લા પાંચ વર્ષમાં 300,60,00,136ની રકમની આવક થઇ છે. આ વર્ષે જૂન સુધીમાં 64.18 કરોડની આવક થઇ ચૂકી છે.
