આજે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી(CM Vijay Rupani)ના શાસનના 4 વર્ષ પુરા થયા છે. ત્યારે મુખ્યમંત્રી દ્વારા નવી ઉદ્યોગનીતિ(New Industrial Policy)ની જાહેરાત કરાઈ. ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બર 2019 ના રોજ ઉદ્યોગ નીતિ પૂરી થઈ છે. જેને 31 ડિસેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવી હતી. સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી. જાહેરાત કરતા તેઓએ ગુજરાતમાં બેરોજગારી સહિતની વાતો જણાવી અને નવી ઉદ્યોગનીતિની સાથે સાથે ગુજરાતમાં આવનારા વિકાસની વાત કરી હતી.
નવા ઉદ્યોગોને જમીન લીઝ પર અપાશે
CM રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે. તેઓને 6% લેખે બજાર ભાવે સરકારી જમીન આપવામાં આવશે. સાથે જ 5 કરોડની સહાય પણ આપવામાં આવશે. વર્લ્ડ બેંકની હાઉસિંગ સિસ્ટમ બને તેના માટે પણ આર્થિક સહાયતા આપશે. 25% જગ્યા 40% કરવામાં આવશે, જેમાં 50 કરોડની ઓફર સીલીંગ રહેશે. 21 હજાર મિલિયન ક્યુબિક ફીટ (MCFT) પાણી આ યોજનાથી મળતું થશે અને હજીરા દહેજ વચ્ચે 6 લેન બ્રિજ બનતા 18 કિમી અંતર ઘટશે. એટલું જ નહીં ફીશિંગની પણ અલગ ચેનલ ઊભી થતાં માછીમારીને પણ વેગ મળશે.
ગુજરાત MSMEનું સ્ત્રોત
CM રૂપાણીએ કહ્યું ભારતમાં રોકાણમાં 48 ટકા વધારો હતો જ્યારે ગુજરાતનો વધારો 333% હતો. ભારત સહિત ઈન્ટરનેશનલ આંકડાકીય મુખ્ય પ્રમાણે સમગ્ર દેશમાં બેરોજગારી દર સૌથી નીચો ૩.૪ ટકા છે. રાજ્યમાં MSME માં વધારો થયો છે. અન્ય રાજ્યો કરતાં ગુજરાત ભારતના કુલ રાજ્યો ઉત્પાદનમાં 17 ટકા સાથે ગુજરાત નંબર વન છે. હાલ રાજ્યમાં 35 લાખ જેટલા MSME આવેલા છે, ગતવર્ષની સરખામણીએ FDIમાં 240 ટકાનો વધારો થયો છે. ગુજરાતે જીડીપી માં 13 ટકા વૃદ્ધિ મેળવી છે.
સાથે જ તેઓએ કહ્યું, MSME એક્ઝિબિશનના સ્ટોલમાં પણ મદદ મળશે, સેવાક્ષેત્રમાં MSME સેક્ટરમાં 7% સુધી સબસીડી આપવામાં આવશે, સોલારનો ઉપયોગ કરતા MSME માટે પાવર સાયકલ વધારવામાં આવશે. જમીન મોર્ગેજ રાખી બેંક લોન થઈ શકશે, 5 વર્ષ ઈલેક્ટ્રિક ડ્યૂટીમાંથી મુક્તિ મળશે, સંશોધન પર વધુ ધ્યાન આપવામાં આવશે, આદિવાસી વિસ્તારમાં ઔદ્યોગિક પાર્કમાં 25% સહાય આપવામાં આવશે, વધારાની વીજળી 2.25 પ્રતિ યુનિટથી ખરીદવામાં આવશે.
ચીનથી નીકળવા માંગતી કંપનીઓને આકર્ષવાના પ્રયાસો
નવી પોલિસીનો સમયગાળો 2020 થી 2025 સુધીનો રહેશે જેમાં ત્રણ વાયબ્રન્ટ સમિટ આવી શકે તેમ છે. જણાવ્યું હતું કે કોરોના કાબૂમાં આવ્યા પછી વાઈબ્રન્ટ સમીટ અંગે નિર્ણય લેવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું, ચીનમાંથી બહાર નીકળતી વિદેશી કંપનીઓને ગુજરાતમાં આકર્ષવા માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં જાપાનની 4, અમેરિકાની 3, જર્મની અને ઇંગ્લેન્ડ સાથે 1-1 બેઠક મળી છે.
આ પણ વાંચો : શું સુરતમાં કાબુમાં આવી રહ્યો છે કોરોના વાયરસ ? તંત્રની નીતિ કારગર નીકળી
