હિંદુ પંચાગ પ્રમાણે અષાઢી પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવાની પરંપરા છે. નારદપુરાણ પ્રમાણે આ પર્વ આત્મસ્વરૂપનું જ્ઞાન આપવાનું અને કર્તવ્ય બતાવનાર ગુરુ પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરવા માટે ઉજવવામાં આવે છે. આ પર્વ આવતીકાલે છે.
ગુરુ પૂર્ણિમા પર માત્ર શિક્ષક જ નહીં પરંતુ માતા-પિતા, મોટા ભાઈ-બહેન અથવા કોઈ સન્માનીય વ્યક્તિ જેને આપણે ગુરુ માનતા હોઈએ તે સૌની પૂજા કરી શકાય છે. આ પર્વને અંધવિશ્વાસને આધારે નહીં પરંતુ શ્રદ્ધા સાથે મનાવવું જોઈએ. વર્તમાન પરિસ્થિતિને જોતા ઘરની બહાર નીકળ્યા વગર જ ઘર બેઠા ગુરુની પૂજા કરવી જોઈએ.
કેવી રીતે કરવી જોઈએ પૂજા
ગુરુ પૂર્ણિમાના દિવસે વહેલા ઉઠીને જલદીથી નાહીને પૂજા કરી સાફ કપડાં પહેરી ગુરુ પાસે જવું જોઈએ.ગુરુને ઊંચા આસન પર બેસાડીને તેમને ફૂલોની માળા પહેરાવી જોઈએ.તેના પછી કપડાં, ફળ-ફૂલ અને પોતાની સ્થિતિ પ્રમાણે દક્ષિણા આપવી જોઈએ. આ પ્રકારે શ્રદ્ધાથી પૂજા કરવાથી તેનું ફળ મળે છે.

ગુરુ પૂર્ણિમા પર વેદ વ્યાસજી દ્વારા લખવામાં આવેલા ગ્રંથો વાંચવા જોઈએ અને તેના ઉપદેશો પર ચાલવાનો સંકલ્પ લેવો જોઈએ.પરંતુ કોરોનામાં ગુરુ પાસે જઈ શકાય તેમ ન હોય તો ઘરે રહીને તેમના ફોટાની પૂજા કરી લેવી.
