આ ગુરુપૂર્ણિમાના દિવસે વાત કરીએ એવા ચેહરાઓની જે આપણા દેશના ભવિષ્યને આગળ લઇ જવામાં બિનસ્વાર્થ મેહનત કરે છે. જેમનો હેતુ ફક્ત ચોપડીના જ્ઞાન આપવો નથી પરંતુ એવી વાતો પણ શીખવી જાય છે જે જીવનમાં જાણવું ખુબજ અગત્યનું છે. જીવનને ફક્ત જીવવા ખાતર નહિ પરંતુ એક લક્ષ્યને સાથે લઇ જીવતા શીખવે છે. વિદ્યાર્થીઓને જીવનની હકીકતથી રૂબરૂ કરાવે છે.
આ ગુરુપૂર્ણિમાના દિવસે આપણે વાત કરીશું 5 એવા મહાન ગુરુઓની જે આપણા દેશના તારલાઓને આગળ આવવા કઈ પણ કરવા તૈયાર થઈ ગયા છે.

બિના રાવ સુરત અને તેની આસપાસના ગરીબ અને સ્લમમાં રહેતાં બાળકોને ફ્રીમાં અભ્યાસ કરાવી રહ્યા છે. શિક્ષક માટે તેના દરેક બાળકો સમાન જ હોય છે. સુરતમાં આ શિક્ષક એવા છે જે ગરીબ બાળકોને ભણાવવાનું કામ કરે છે. તેમનો હેતુ ગરીબ વર્ગના બાળકોને તેમના પગ પર ઉભા કરવાનો છે. એટલું જ નહીં શિક્ષણની સાથે બિનાબેન બાળકોને જીવન જીવવાના પાઠ પણ સારી રીતે સમજાવી રહ્યા છે.
બિનાબેન પોતાની શિક્ષણના પ્રવાહને વધુ બાળકો સુધી પહોંચે તે માટે યુવાન કોલેજ જતાં વિદ્યાર્થીઓને પણ બાળકોને ભણાવવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેમની મદદ મેળવે છે.

રાજેશ કુમાર દિલ્હીમાં “Under The Bridge School” ની શોધ કરનાર શિક્ષક એવું કહે છે કે, જ્ઞાનને કોઈ વસ્તુ રોકી શકતું નથી અને એ એટલું જ વધતું જશે જેટલું તમે તેને શેર કરો છો. દિલ્હી મેટ્રો બ્રિજના નીચે એક સ્કૂલ ચલાવે છે જ્યાં દરરોજ 200 જેટલા સ્લમના છોકરાઓને ભણવામાં આવે છે. 2005માં આવી શાળાઓનું નિર્માણ થયેલું. ત્યાં સ્વયંસેવક ટીચર આવે છે જે આગળ જતા એમના જીવનમાં એક પ્રશંસા પાત્ર વ્યક્તિ તરીકે ઓળખાય છે.

પ્રોફેસર સંદીપ દેસાઇ તેમના રોજીંદા જીવનમાં મુંબઈ લોકલ ટ્રેનમાં સફર કરીને લોકો પાસેથી ફંડ એકત્ર કરીને પોતાની ચેરીટેબલે સંસ્થા “શ્લોક” માટે દાન કરવા કહે છે. આ ફંડથી તેઓ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સ્કૂલ ચલાવે છે. ટ્રેનમાં સફર કરે ત્યારે એ લોકો ને કહે છે “સુપ્રભાત મિત્રો, ભણતરમાં દાન કરવું એ એક સર્વશ્રેષ્ઠ દાન છે”

અરવિંદ ગુપ્તા 90ની દશકના બધા છોકરાઓ દૂરદર્શનના “સાયન્સ ના ગુરુજી”તરીકે તેમને ઓળખે છે. તેમણે કાનપુરના IIT થી તેમનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને તેઓ વિજ્ઞાનને રમકડાંના માધ્યમથી બાળકો સુધી પહોંચાડ્યું. ભણતર માટે તેમના અદભુત અને અપ્રતિમ યોગદાન માટે 2018 માં પદ્મશ્રીથી સન્માનિત કરવામા આવ્યા છે.

આદિત્ય કુમારને લોકો વધારે “સાયકલ ગુરૂજી” તરીકે ઓળખે છે. રોજના તેઓ 60 થી 65km સાયકલ ચલાવી ઉત્તરપ્રદેશમાં લખનઉ ખાતે સ્લમમાં રહેતા બાળકોને ફ્રી એજ્યુકેશન આપે છે. પ્રેરણાદાયક વ્યક્તિ 1995 થી આ કાર્ય કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, તેઓ જ્યાં પણ વિદ્યાર્થી મડે છે, ત્યાં રોડની બાજુમાં,બગીચામાં, કે પછી સ્લમ વિસ્તારમાં બાળકોને બેસીને શિક્ષણ આપે છે. તેમની સાયકલ પર જ બોર્ડ છે અને તેને જોઇને વિદ્યાર્થીઓ પોતાની પાસે રોકી લે છે. તેઓનું માનવું છે કે, તેઓ પણ ગરીબ ઘરમાંથી આવ્યા છે જેથી તેમની સ્થિતિ સમજી શકે છે.
