મતગણતરીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિકે કોંગ્રેસની હારને આઘાતજનક ગણાવી. આ હાર કોંગ્રેસની હાર નહિ પરંતુ બેરોજગારી, ખેડૂતો અને શિક્ષણની હાર હોવાનું કહી ભાજપ પર પ્રહાર કર્યા.
અહીં મહત્વનું છે કે હાર્દિક પટેલ ચૂંટણી લડવા માગતો હતો. તો બીજી તરફ તેને હાઈકોર્ટે હાર્દિકને રાહત આપી નહોતી. જે બાદ કોંગ્રેસે હાર્દિક પટેલને સ્ટાર પ્રચારક પણ બનાવ્યો હતો. હાર્દિકને એક હેલિકોપ્ટર પણ આપવામાં આવ્યું હતું.
હાર્દિકના પ્રચારને લઈને કોંગ્રેસને કેટલો ફાયદો થશે તે ચર્ચાઓ ચાલી રહી હતી. પણ પરિણામો સામે આવી રહ્યા છે તે પછી લાગી રહ્યું છે કે હાર્દીકનો જાદૂ ચાલ્યો નથી. હાર્દિકે લગભગ ગુજરાતની તમામ બેઠક સહિત દેશના અન્ય રાજ્યમાં પણ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો.
કોંગ્રેસ 2014 પછી ફરી એક વખત ગુજરાતમાં એક પણ બેઠક જીતી શક્યું નથી. જેના કારણે પણ હાર્દિક પટેલ રોષે ભરાયેલો જોવા મળ્યો હતો.