1 જાન્યુઆરીના રોજ હાર્દિક પંડ્યાએ પોતાની ગર્લફ્રેન્ડ નતાસા સાથે સગાઇ કરી લીધી હતી, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પસરી ગયા હતા.આજે નતાસાએ પોતાના સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટોઝ શેર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા છે.નતાસા સ્ટેનકોવિચ આ તસવીરોમાં સ્વિમિંગ સૂટમાં નજરે ચઢી રહી છે.
ગણા સમયથી ઇજાના કારણે ટીમ ઇન્ડિયા માંથી બહાર ચાલતા હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ નતાસા સ્ટૈનકોવિક સાથે 1 જાન્યુઆરી ના રોજ સગાઇ કરી લીધી. જે અંગે હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ હતા. અને નતાશા પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

નતાશા મોડલ, આઈટમ ગર્લ તેમજ એક્ટ્રેસ છે. નતાશા બોલીવુડના કેટલાક આઈટમ નંબરોમાં પણ જોવા મળી છે. તે બાદશાહના સુપરહિટ સોન્ગ ડી જે વાલે બાબુ માં પણ જોવા મળી હતી. તે ઉપરાંત નતાશા બિગ બોસમાં પણ આવી ચુકી છે.

ત્યારે આજે નતાશા એ સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટોઝ શેર કર્યા છે આ ફોટોને અત્યાર સુધીમાં લાખો લાઇક્સ મળી ગઈ છે. નતાશા આ ફોટોઝમાં સ્વિમિંગ સૂટમાં દેખાઈ રહી છે.

હાર્દિક પંડ્યાએ બોટમાંમાં ગર્લફ્રેન્ડ નતાશાને પ્રપોઝ કરી અને રિંગ પહેરાવી હતી, હાર્દિકે નતાસા સ્ટૈનકોવિકની સાથે પોતાનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું, વર્ષની શરૂઆત પોતાના ફાયરવર્કની સાથે કરી રહ્યો છું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક અને નતાસા એકબીજાને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે અને બંને લગ્નના બંધનમાં બંધાવાની તૈયારી કરી રહ્યા છે. હાર્દિક અને સ્ટૈનકોવિક સીરિયસ રિલેશનશિપમાં છે અને જુનિયર પંડ્યા તેની પોતાના પરિવાર સાથે પણ મુલાકાત કરાવી ચુક્યો છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.