ગુજરાત કોંગ્રેસ ના નેતા ‘હાર્દિક પટેલ’ રાજકોટ માર્કેટ યાર્ડની મુલાકાતે ગયા હતા જ્યાં તેઓ એ વેપારી આગેવાનો અને કિશાન સંઘના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. ત્યાં હાર્દિક પટેલે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કરી કહ્યું એ મુખ્યમંત્રીએ રાજીનામુ આપી દેવું જોઈએ, અને હાર્દિક પટેલે ઉપવાસ પર ઉતરી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
હાર્દિક પટેલે ખેડૂતોના પ્રશ્નો અંગે વાત કરતા કહ્યું કે ‘મુખ્યમંત્રી, કૃષિમંત્રી સૌરાષ્ટ્રનાં છે પરંતુ કોઇ મંત્રીએ સૌરાષ્ટ્રનાં ખેડૂતોને નુકસાન થયું પછી મળ્યાં પણ નથી. ત્રણ-ત્રણવાર ખેડૂતોને નુકસાન થયું છે. તેથી ખેડૂતોને તાત્કાલિક પાક વીમો આપવામાં આવે. જો આવું નહીં થાય તો અમે ખેડૂતો સાથે મળીને આંદોલન કરીશું. આ સરકાર ખેડૂતો સાથે મઝાક કરી રહી છે. ખેડૂતોનાં અનેક પ્રશ્નો વર્ષોથી ત્યાંના ત્યાં જ છે એટલે આ સરકાર ખેડૂતોનાં પ્રશ્નો હલ કરવામાં નિષ્ફળ ગઇ છે. તેથી મુખ્યમંત્રીને રાજીનામું આપી દેવું જોઇએ.’
તેમણે આગળ વાત કરતા જણાવ્યું હતું કે, ‘અમે ખેડૂતોનો અવાજ બનવા પ્રયાસ કરી રહ્યાં છીએ. મગફળી અને કપાસમાં સંપૂર્ણ નુકશાન છે તો વિનંતી છે કે, જલ્દીથી સંપૂર્ણ પાક વિમો આપવામાં આવે. જો 7 દિવસમાં પાક વિમો નહીં આપવામાં આવે તો ખેડૂત આંદોલન થશે. રાજકોટનાં કલેક્ટરને મળીને તત્કાલીન વીમો આપવા માંગ કરીશું.’