ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ (Gujarat BJP President) પ્રમુખ તરીકે CR પાટીલની નિમણૂક કરવામા આવી છે. સી.આર પાટીલ ભાજપના (CR Patil BJP President) નવસારી વિસ્તારના સાંસદ છે તેઓ મૂળ ગુજરાતી છે. તેમણે ગઈ કાલે 21 જુલાઇ, મંગળવારના રોજ વિજય મહૂર્તમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે હોદ્દો સંભાળી લીધો છે. CR પાટીલ રાજકીય નિષ્ણાતોના મતે કુશળ સંગઠક અને ગૃહમંત્રી અમિત શાહ અને પીએમ મોદીના વિશ્વાસુ નેતા છે. આ મામલાને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના (Gujarat Congress) કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે (Hardik Patel) કહ્યું છે કે, ‘BJP ને મારી ચિંતા છે માટે CR પાટીલની નિમણૂક કરી છે. આ કદમ પરથી દેખ્યા છે કે, બીજેપીમાં સફળ અને સશક્ત નેતૃત્વનો અંત થયો છે.’
આ પણ વાંચો : સંગઠન, શિસ્ત અને સ્વપ્નદ્રષ્ટા : ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષે રાજ્યના સંગઠનને આપ્યા મજબૂત સંકેત…
ભાજપને મારી ચિંતા છે : હાર્દિક પટેલ
હાર્દિક પટેલે કહ્યું કે, શું ભાજપને કોઈ ગુજરાતી ન મળ્યો ?. જેથી સી.આર. પાટીલને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવવા પડ્યા. ભાજપ એવું મને છે કે, કોઈ પણ પ્રદેશ અધ્યક્ષ હશે વોટ તો ભાજપને જ મળશે તે આ કદમ પરથી સાબિત થાય છે. ભાજપ હંમેશા કહે છે કે, કૉંગ્રેસ નેતૃત્વ વિહોણી છે પરંતુ આના પરથી સાબિત થયું કે, ભારતીય જનતા પાર્ટી પાસે સફળ અને સશક્ત નેતૃત્વ નથી માટે કોઈ ગુજરાતી નહિ પરંતુ એક મરાઠી વ્યક્તિ પર ભરોશો કરવો પડ્યો. હું વિરોધ નથી કરતો પરંતુ આ ગુજરાતના પોલિટિક્સની વાત છે. જેથી મારુ માનવું છે કે, ભાજપ પાર્ટીને મારી ચિંતા છે. માટે, CR પાટીલની નિમણૂક કરવામાં આવી છે.
