હાર્દિક પટેલ અગાઉ પાટીદાર આંદોલન બાદ કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનતા ફરી ચર્ચામાં આવ્યા છે. હાલમાં હાર્દિક પટેલે એક પક્ષ છોડીને જનારા લોકોને આડકતરી ધમકી આપી છે. જયારે,તેમણે પક્ષમાં રહેલા લોકોને ચેતવણી આપી છે. આગામી ચૂંટણીમાં કોને ટિકિટ મળશે આ અંગે મોટું નિવેદન આપ્યું છે.

હાર્દિક પટેલે સત્તામાં આવ્યા બાદ પોતાના તેવર બતાવી કાર્યકર્તાઓને સુધરી જવાનું કહયું છે. આ વાત તે લોકો માટે છે જેઓ પૈસા માટે પક્ષ છોડીને જાય છે. હાર્દિક પટેલે પોતાને ભતસિંહની વિચારધારાના વાહક જણાવી કહ્યું, ‘અમે યુવાનો ભગતસિંહની વિચારધારાવાળા કાર્યકરો છે. જેથી ગદ્દાર લોકોને ઘરે આવીને જવાબ આપીશું. આગામી ચૂંટણીમાં પાર્ટીના જુના અને મજબૂત કાર્યકર્તાને જ ટિકિટ મળશે.
તે ઉપરાંત, હાર્દિકે વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાનમાં લઈને કહ્યું કે, ‘પૈસાનો સોદો કરનાર લોકોને દરવાજે બેસાડાશે. આ અગાઉ કહ્યું હતું કે, સત્તાધારી પક્ષે કરોડો રૂપિયા આપ્યા હોવાથી પૈસાની લાલચમાં અમૂક ધારાસભ્યો પક્ષ છોડીને ગયા છે.
આ પણ વાંચો : સરકારની નિષ્ફળતાને કારણે સુરત શાંઘાઈ તો ન બન્યું પરંતુ વુહાન બની ગયું છે : અમિત ચાવડા
હાર્દિક પટેલને માત્ર 26 વર્ષની ઉંમરમાં કાર્યકારી પ્રમુખનો હોદ્દો મળી ગયો છે. તેમણે કોંગ્રેશમાં જોડાયા માત્ર 16 મહિના જ થયા હતા. હાલમાં, હાર્દિક સામે વિધાનસભાની પેટા-ચૂંટણી મોટો પડકાર છે. રાજ્યમાં પાટીદાર કેન્દ્રીત રાજનીતિ ફરી જન્મ લેતી દેખાઈ રહી છે. પરાંતુ, ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાટીલની વરણી કરીને કૉંગ્રેસની ચાલ નિષ્ફળ બનાવી હોય તેવું લાગી રહ્યું છે.
