19 જૂને ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાનારી છે. ત્યારે માર્ચથી અત્યાર સુધીમાં કોંગ્રેસના 8 ધારાસભ્યના રાજીનામાને લઇ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે રાજ્યસભા ચૂંટણી મુદ્દે હાર્દિક પટેલનુ નિવેદન સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
હાર્દિક પટેલે પોતાના નિવેદનમાં કહ્યું, ‘અમારા કોઈ ધારાસભ્યો તૂટવાના નથી. BTPના બંને ધારાસભ્યોના મત મળશે. ભાજપના નારાજ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. ભાજપના વડોદરાના અને સાબરકાંઠાના 1 ધારાસભ્ય સાથે સંપર્કમાં છે. BTP અને જીજ્ઞેશ મેવાણીનો મત પણ કોંગ્રેસના ઉમેદવારને મળશે. માત્ર એક ધારાસભ્યની જરૂર છે એ અંગે વાત ચાલુ છે.’
રાજ્યસભાની ચાર બેઠકોને લઇ કોણ-કોણ છે મેદાનમાં
- કોંગ્રેસ : શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી
- ભાજપ : અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમી
કોંગ્રેસના 8 ધારાસભ્યોએ આપ્યા રાજીનામા
બ્રિજેશ મેરજા (મોરબી )
જીતભાઈ ચૌધરી (કપરાડા)
અક્ષય પટેલ (કરજણ)
જે.વી.કાકડિયા (ધારી)
સોમા પટેલ (લીંબડી)
પ્રદ્યુમનસિંહ જાડેજા (અબડાસા)
પ્રવિણ મારૂ (ગઢડા)
મંગળ ગાવિત (ડાંગ)
આ પણ વાંચો : ગુજરાતના વિદ્યાર્થીએ બનાવ્યું મશીન, એક જ મિનિટમાં સેનિટાઇઝ થઇ જશે શાકભાજી
