આજે પણ સમાજમાં ઘણી જગ્યાઓ પર જાતના નામે અનેક લોકો પર અત્યાચાર કરવામાં આવે છે. સમાજે સમયાંતરે પોતના નિયમોમાં બદલાવ કરવા જોઈએ. હાલમાં જ હરિયાણાના જિંદ જિલ્લાની ખેડા ખાપ પંચાયતે સમાજમાંથી જાતિ વ્યવસ્થાને દૂર કરવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણયના કારણે આ ખાપ પંચાયતમાં સામેલ 24 ગામડાઓના લોકો પોતાનું નામની પાછળ અટકના બદલે ગામનું નામ લખશે. આ કારણે ગામડાઓમાં અલગ અલગ સમિતિ પણ ગોઠવી દીધી છે. ખેડા ખાપ પંચાયતના ઉદયવીર બારસોલાએ કહ્યું કે, જાતિ વ્યવસ્થાના વિષને દૂર કરવા માટે પંચાયતે આ નિર્ણય લીધો છે.
જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે 6 ગામોના પ્રમુખ ત્યાં હાજર રહયા હતા. 24 ગામડાઓના બધા લોકો પોતાના નામની સાથે જાતિનો ઉલ્લેખ નહીં કરશે. અમે લોકોને પોતાના નામના પાછળ અટક ના બદલે ગામનું નામ લગાવવાની સલાહ આપી.
બરસોલાના લોકોના અનુસાર, ગામનું નામ સૌથી વધારે મહત્વનું છે.ગામનું નામ લખવાથી અમારી ઓળખ જ કંઈક જુદી હોય છે. આ અભિયાન અંતર્ગત ગામડાઓમાં જઈને યુવાનોને અને ગ્રામીણોને પ્રેરિત કર્યું.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.