રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણની સંખ્યા સતત વધી રહી છે આંકડો 29 પર પહોંચી ગયો છે જેમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૧૩, વડોદરામાં ૬, સુરતમાં ૪, ગાંધીનગરમાં ૪, રાજકોટ અને કચ્છમાં એક-એક કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી પહેલું મોત સુરતમાં થયુ છે. ત્યારે વડોદરામાં કોરોનાના બે શંકાસ્પદ દર્દીના મોત થયા છે. સાથે જ વડોદરામાં આજે કોરોના વાઈરસના નવા 3 કેસ નોંધાયા છે. એની સાથે વડોદરામાં સંખ્યા 6 ઉપર પહોંચી ગઇ છે.
શું ગુજરાત કોરોના વાયરસના ત્રીજા ચરણમાં પહોંચી ગયુ ?

અગાઉ શ્રીલંકા ગયેલા 12 લોકોના ગૃપ પૈકી એકનો ટેસ્ટ પોઝિટીવ કેસ આવ્યો હતો. ત્યાર પછી આજે તેની 52 વર્ષની પત્ની, 27 વર્ષની દીકરી અને 29 વર્ષની પુત્રવધુનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. એક જ પરિવારના 4 સભ્યોનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થઇ ગયું છે. તેવી જ રીતે ગાંધીનગરમાં પણ દુબઈથી આવેલા પરિવારના એક જ ઘરમાં દાદી અને પત્નીને કોરોના પોઝિટીવ થયો છે. હાલ સરકાર કમ્યુનિટીનો ઇનકાર કરી રહી છે પરંતુ એકમાંથી હવે બીજામાં વાયરસ ફેલાવાનો શરૂ થયો છે. જોકે, આ બાબતે સત્તાવાર ખુલાસો તો સરકાર જ આપી શકે છે.
રાજ્યમાં 5 મહાનગરો લોકડાઉન

ગાંધીનગર અને રાજકોટમાં પણ કોરોનાના પોઝિટીવ કેસ આવ્યા છે. સરકારે વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજ્યના પાંચ મહાનગરોમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ અને વડોદરામાં આગામી 25મી માર્ચ સુધી લોકડાઉન કરી દીધા છે. જોકે જીવન જરૂરી ચીઝ વસ્તુની દુકાન ખુલ્લી રહેશે. રવિવારે રાજ્યમાં કોરોના પોઝિટિવ મળેલા 10 લોકોમાંથી 5માં સ્થાનિક સ્તરે સંક્રમણ થયુ, જ્યારે 5 વિદેશમાંથી પરત ફર્યા હતા. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ માન્યું કે સ્થાનિક સ્તરે સંક્રમણ વધવુ તે નિશ્ચિત રીતે ચિંતાની વાત છે.
