ભારતીય રેલવેએ પગપાડા ચાલીને રેલવે ટ્રેક પાર કરવા વાળા લોકોને પાઠ ભણાવા એક ખુબ જ સારો ઉપાય શોધ્યો છે. રેલવેની ચેતવણી અને કડક કાર્યવાહીના હોવા છતાં લોકો રેલવે ટ્રેક પર ચાલીને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જાય છે. આવા લોકોને જાગૃત કરવા અને ઘટનાને રોકવા માટે પશ્ચિમ રેલવેએ આરપીએફની સાથે મળીને ‘યમરાજ’ ને તહેનાત કર્યો છે. આ ‘યમરાજ’ ટ્રેક પર ચાલતા લોકોને ખભા પર ઉંચકી તેની સાથે લઇ જાય છે.
ભારતીય રેલવેએ પોતાના ઓફિશ્યલ ટ્વિટર હેન્ડલ પર આના અમુક ફોટા અને વિડિઓ શેર કર્યા છે. આ ફોટા મુંબઈના છે, જ્યાં યમરાજ રેલવે ટ્રેકથી જતા લોકોને ઉઠાવીને લઇ જાય છે. રેલવેએ જણાવ્યું કે જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો યમરાજ તેમને ઉઠાવી ને લઇ જશે.
રેલવેએ આ ફોટા સાથે એક નોટ પણ લખી છે કે ‘અનઅધિકૃત રૂપથી ટ્રેક પાર ન કરો આ જીવ માટે જોખમી થઇ શકે છે. જો તમે આ રીતે ટ્રેક પાર કરશો તો સામે યમરાજ ઉભો છે. મુંબઈના પશ્ચિમ રેલવે અને આરપીએફએ મળીને યમરાજ દ્વારા જાગૃતતા ફેલાવાનો સંદેશ આપ્યો છે.

જેમ યમરાજનું નામ આવે છે લોકોને લાગે છે ‘પ્રાણ લેનાર’, પરંતુ ભારતીય રેલવેનો આ યમરાજ લોકોના પ્રાણની રક્ષા કરે છે.
રેલ મંત્રાલયએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક ‘ગપ્પુ ભાઈ ખુબ જ મહાન કાર્ટુન’ નો એક વિડિઓ જાહેર કર્યો, જેમાં દર્શાવામાં આવે છે કે હાલ લોકો સેલ્ફી લેવામાં એટલા ખોવાય જાય છે કે પોતાનો જીવ જોખમમાં નાખી દે છે.
