કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. તેવામાં લોકોને કામ વગર બહાર ન નીકળવાનું કહેવામાં આવી રહ્યું છે. કોરોનાનો હવે એવો ફેઝ ચાલી રહ્યો છે જેમાં દરેક જણે ઘણી સાવધાની રાખવી જરૂરી છે. જો સાવધાની ન રાખી તો કોરોનાનો શિકાર બનવું પડશે. કોરોનાની દવા ન મળે ત્યાં સુધી ડૉક્ટરોએ દેશી ઈલાજ કરવાનું કહ્યું છે.
ઘરમાંથી મળી રહેતી દરેક વસ્તુનો કાઢો બનાવી પીવાનું કહેવામાં આવ્યું છે. કાઢામાં તજનો ઉપયોગ થાય છે. તજ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે માત્ર માંદા પડો ત્યારે જ નહીં પરંતુ એમનેમ પણ ખાવામાં લેવાથી ઘણા ફાયદા થાય છે.

શરદી-ખાંસી અને માથાના દુખાવા જેવી સમસ્યામાંથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે. સાથે જ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કારગર છે. આયુષ મંત્રાલયે પણ કાઢામાં તજનો ઉપયોગ કરવા માટે કહ્યું છે.
એક મેડિકલ રિસર્ચ દરમિયાન જોવા મળ્યું છે કે, તજનું સેવન કરવાથી શરીરમાં કોલોસ્ટ્રોલની માત્રા સંતુલિત રહે છે અને જેનાથી હ્રદયરોગનો ખતરો ઓછો થઈ જાય છે.

તજની મદદથી કેન્સર જેવા ઘાતક રોગના ખતરાને ઓછો કરી શકાય છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશનના કહેવા પ્રમાણે, તજમાં એન્ટી કેન્સર ગુણ મળે છે, જે કેન્સરના સેલને બનતા રોકવામાં મદદ કરે છે.
તજની માત્રા શરીરમાં બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરવાની સાથે શરીરમાં ઈન્સ્યુલિન બનાવવામાં મદદ કરે છે. જેનાથી ડાયાબિટસના ખતરાને ઘણા હદ સુધી ઓછા કરવામાં મદદ કરે છે.

તજનુ સેવન તમને બેક્ટેરીયલ અને ફંગલ જેવા ઈન્ફેક્શનથી બચાવે છે કારણ કે તેમાં એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીફંગલ ગુણ મળે છે.
