દેશમાં કોરોના સંક્રમણને અટકાવવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના કહેવા અનુસાર દેશમાં શિયાળાનો પ્રારંભ અને તહેવારોની સીઝન શરૂ થતો હોવાથી કોરોના સામેની લડતમાં આગામી અઢી મહિના ખૂબ જ અગત્યના રહેશે. વિશ્વમાં કોરોનાથી પ્રતિ 10 લાખ વ્યક્તિએ મૃત્યુદર ભારતમાં સૌથી ઓછો છે અને રિકવરી રેટ ઊંચો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે, હાલમાં દેશમાં કોરોનાની ત્રણ રસી પર કામ ચાલી રહ્યું છે. જેમાંથી એક રસી ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં છે અને અન્ય બે રસી બીજા તબક્કાના ટ્રાયલ હેઠળ છે. તેમણે આશા વ્યક્ત કરી કે કોરોના સામે ટૂંક સમયમાં ભારત રસીનું સ્વદેશી ઉત્પાદન શરૂ કરશે.નવરાત્રી અને તહેવારો સાથે શિયાળાની સીઝન પણ શરૂ થઇ રહી છે. પરિણામે આગામી અઢી મહિના આપણા માટે નિર્ણાયક સાબિત થશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં પ્રતિ દસ લાખની વસ્તીએ કોરોનાથી મોટાના 81 કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં 4 ઓક્ટોબરથી દૈનિક મોતનો આંકડો 1,000 થી નીચે રહ્યો છે. 22 મી માર્ચ પછી સૌથી નીચો મૃત્યુદર ગત સ્વાસ્થ્ય શુક્રવારના દિવસે 1.52 ટકા રહ્યો હતો. દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રતિ દસ લાખની વસ્તીએ મૃત્યુદર રાષ્ટ્રિય સરેરાશ કરતા વધુ છે. જેમાં પુડુચેરી, મહારાષ્ટ્ર, ગોવા, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ અને પંજાબનો સમાવેશ થાય છે.