મુંબઈમાં ફરી ભારે વરસાદ અને રહેવાસીઓ માટે ફરી એકવાર મોટી સમસ્યાનું કારણ બની ગયું છે. છેલ્લા ઘણા કલાકોથી સતત પડી રહેલા વરસાદે મુંબઈના લોકોની મુશ્કેલી વધારી દીધી છે. વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
આ પણ વાંચો : ધારાસભ્યોનો ‘Overtime’, રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત વિધાનસભા સત્ર છેક સવાર સુધી ચાલ્યું
છેલ્લા થોડાં કલાકથી ચાલુ વરસાદના પહેલાં જ હવામાન વિભાગે જણાવ્યું છે કે, છેલ્લા ચોવીસ કલાકમાં મુંબઈના પરા વિસ્તારોમાં 150થી 180 મિમિ વરસાદ પડ્યો છે અને શનિવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાના કારણે મુંબઈ-કર્જત વચ્ચેની રેલવે સેવા બંધ કરાઈ છે. ભારે વરસાદના કારણે અંબરનાથ-બાદલપુર વચ્ચેની ટ્રેન બંધ કરાતા તે ટ્રેનમાં મુસાફરો ફસાયેલા છે. અહીં બદલાપુર અને વાનગાની રૂટ પર ચાલનારી મહાલક્ષ્મી ટ્રેન પાણીમાં ફસાઈ ગઈ. સેન્ટ્રલ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજરે બચાવ દળને તાત્કાલીક જઈને ત્યાં ફસાયેલા બે હજાર લોકોનું રેસ્ક્યૂ કરવાના નિર્દેશ આપ્યા છે. સાત ફ્લાઈટને રદ્દ કરાઈ, 17 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ છે.
બીજી તરફ, રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદના કારણે વેસ્ટર્ન હાઈવેનો વાહનવ્યવહાર પણ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. ભારે વરસાદના કારણે લોકલ ટ્રેનોના ટ્રેક ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. તેને લીધે લોકલ ટ્રેન સર્વિસને અસર થઈ છે.

મુંબઈના જુહૂ તારા રોડ, જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ-વે પર અનેક હિસ્સામાં પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સજાઈ છે. પાણી ભરાવવાની જાણકારી મુંબઈના ડોમેસ્ટિક એરપોર્ટથી પણ આવી રહી છે. પાણીના કારણે મોટી સંખ્યામાં પેસેન્જર એરપોર્ટ પર ફસાઈ ગયા છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.