રાજ્યના ઘણાં ભાગોમાં છેલ્લાં થોડાં દિવસથી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે ગરમીથી ત્રસ્ત બનેલાં લોકો માટે રાહતના સમાચારો સામે આવી રહ્યાં છે. હવામાન વિભાગના અનુસાર આગામી 12 અને 13 જૂનના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. હવામાન વિભાગના અધિકારી જયંત સરકારે જણાવ્યું હતું કે અમે સતત રાજ્ય સરકાર સાથે સંપર્કમાં છીએ.
એટલું જ નહીં હાલ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દીધી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન સિસ્ટમ વેરાવળથી દક્ષિણ પૂર્વથી 1020 કિ.મી. દૂર છે. જેથી અગામી 12 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને 24 કલાકમાં ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થશે.
આ સાથે જ વેરાવળ અને પોરબંદરના દરિયામાં એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ગુજરાત, મહારાષ્ટ્રમાં 75 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. જેથી 12 અને 13 જૂનના ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, અમરેલી, ભાવનગર, સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, પોરબંદર, દ્વારકામાં પણ ભારે વરસાદ પડવાની આશંકા સેવી છે.
12 જૂનથી રાજ્યમાં વરસાદની અસર શરૂ થશે. 13 જૂનના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.