રાજ્યમાં સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાઓમાં અને તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં બરવાળામાં 15 ઇંચ વરસાદ નોંધાયો છે.
98 જગ્યાઓ પર 4 ઇંચ કરતાં વધારે વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 98 જગ્યાએ ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તેમજ 228 જગ્યાઓ પર એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ગીર-સોમનાથને બાદ કરતા અન્ય જગ્યાએ સારો વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

રાજ્યના વિવિધ જળાશયોની સ્થિત:
સાબરકાંઠા : હિંમતનગરની હાથમતી નદીમાં નવા પાણીની આવક થતા હાથમતી વેસ્ટ વિઅર પરથી પાણી નીકળી રહ્યું છે.

અરવલ્લી : મેશ્વો નદીના જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે હાલ સુધીમાં 10 ગામોના વાહન વ્યવહારને અસર પહોંચી છે.

બોટાદ : બરવાળાના ખાભડા ડેમ ઓવરફ્લો થયો છે. 12 વર્ષ બાદ ખાભડા ડેમ ભરાયો છે. ડેમમા પાણી આવતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 130.91 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 2.71 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે 4.60 લાખ ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. જેના કારણે હાલમાં ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા.

સુરત : શહેરનો વિયર કોઝવે ઓવરફ્લો થયો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, હાલ કોઝવે 9 મીટરથી ઓવરફ્લો થઇ રહ્યો છે.
વડોદરા : આજવા સરોવરની સપાટી 212.85 ફૂટ પર પહોંચી છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 214 ફૂટ છે. વિશ્વામિત્રી નદી હાલ 25 ફૂટ પર વહી રહી છે. નદીની ભયજનક સપાટી 26 ફુટ છે.

બનાસકાંઠા : દાંતીવાડામાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક 4300 ક્યુસેક છે. ડેમની હાલની સપાટી 550.20 ફુટ છે. ડેમમાં 24 કલાકમાં અઢી ફુટ પાણી વધ્યું છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.