રણ પ્રદેશ કચ્છમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા ભારે વરસાદના કારણે જળબંબાકાર થયો છે. કચ્છમાં ભારે વરસાદના લીધે ચારે બાજુ પાણી ફરી વળ્યાં છે.
જિલ્લામાં સૌથી વધુ વરસાદ નખત્રાણામાં નોંધાયો છે. નખત્રાણામાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદ પાડ્યો છે, જયારે જિલ્લાના રાપરમાં 9 તો અબડાસામાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે.

વરસાદને કારણે ભુજના રુદ્રમાતા ડેમમાં નવા નીર આવતા 10 ગામોને પીવાના પાણીની રાહત થશે. ભારે વરસાદના કારણે કચ્છનું જંગી ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને તેના કારણે લોકો ઘરની બહાર રહેવા માટે મજબુર થયા છે.

કચ્છના સામખિયાળીમાં પોલીસ સ્ટેશન 4 ફૂટ પાણીમાં ડૂબી ગયું હતું. ભુજના હમીરસર તળાવમાં નવા નીર આવ્યા છે. જેથી કચ્છીઓ વરસાદના પગલે ખુશખુશાલ થઈ ગયા છે.
