ચોમાસાનો શરૂઆત થઇ ગઈ છે અને આ વખતે શરૂઆત જ ધમાકેદાર થઇ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 25.60% વરસાદ થઇ ચૂક્યો છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 51.39% પડયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઈ છે. ખંભાળિયામાં 12 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે 12 ડેમમાં 100 ટકા પાણીનો ભરાવો થયો છે અને હાલમાં 25 ડેમને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વધુ વરસાદના કારણે રાજ્યમાં NDRF ની 9 ટીમો તહેનાત કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં ગયા 12 કલાકમાં સૌથી વધુ દેવભૂમી દ્વારકાનનાં ખંભાળિયા તાલુકામાં કુલ 12 ઈંચ, કલ્યાણપૂરમાં 10 ઈંચ, ભાનવડ અને માંડવીમાં 8-8 ઈંચ , જામજોધપુમાં 7 ઈંચ, માનાવદર અને દ્વારકામાં 5 ઈંચ વરસાદ નોંધયેયો છે. રાજ્યમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 39.76 ઈંચથી વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે દ્વારકા,કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. પરંતુ, હાલની સ્થિતિ પ્રમાણે 10થી 13 જુલાઇ દરમિયાન ભારે વરસાદની સંભાવના નથી.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
વરસાદના આંકડાઓ અનુસાર અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી 6.49 ઈંચ વરસાદ પડયો છે. જેમાં અમદાવાદ શહેરમાં 8.93 વરસાદ થયો છે. દર વખતે વરસાદના મામલે આગળ રહેનારું દક્ષિણ ગુજરાત આ વખતે પાછળ રહી ગયું છે. આ વખતે કચ્છમાં 51.39 % અને સૌરાષ્ટ્રમાં 49.71% વરસાદ નોંધાયો છે.
