દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડા વિસ્તારમાં 16.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અનરાધાર વરસાદને પગલે દક્ષિણ ગુજરાતના અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગદ્વારા આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક પંથકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે તંત્રને એલર્ટ કરાયું છે.

ઉપરવાસમાં વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે મધુબન ડેમમાંથી 4,62,055 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. જેના કારણે દમણગંગા નદી ગાંડીતૂર બની છે. મધુબન ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. જેના કારણે ડેમનું લેવલ હાલમાં 72.75 મીટર પર પહોંચી ગયું છે. એના પગલે મધુબન ડેમના 10 દરવાજા 4.50 મીટર ખોલતા દમણગંગામાં ઘોડાપૂર આવ્યો.

આ તરફ સુરતમાં ગઇકાલ બાદ આજે વરસાદે વિરામ લેતાં પરિસ્થિતિ સામાન્ય બની રહી છે. સુરતમાં તાપી નદી બંને કાંઠે વહી રહી છે, તેમાં ઉકાઇ ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે પણ તેનાથી શહેરીજનોને હાલ કોઇ પણ ખતરો નથી. જનજીવન ફરીથી સામાન્ય બની રહ્યું છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.