સુરતમાં આજે સારવારથી ભારે વરસાદ(Heavy Railfall) વરસી રહ્યો છે. જેમાં 10થી 12 વાગ્યા સુધીમાં સુરત સિટી(surat city)માં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. સાઉથ વેસ્ટ ઝોન(South West zone) અને સાઉથ ઈસ્ટ ઝોન(south East Zone)માં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે સેન્ટ્રલ ઝોન અને નોર્થ ઝોનમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 30 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જ્યારે બે તાલુકાને કોરાકટ રહ્યા છે. જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 4 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે અને 8 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો છે.

ફરી વરસાદી સિસ્ટમ સક્રિય
રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ(Rain System) સક્રિય થતા આગામી ત્રણ દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ(Weather Department) દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર(Saurastra) અને કચ્છમાં મોન્સૂન ટ્રફ(Monsoon Truf)ના કારણે સિસ્ટમ સક્રિય થઇ છે. સાથે જ હવામાન વિભાગે જણાવ્યા કે, દરિયાકાંઠા ઉપરાંત અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.
આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ, આગામી 15 જુલાઈ અને 16 જુલાઈના રાજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં 15મીએ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લો તથા દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અને 16મીએ પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ તેમજ રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગર જિલ્લાનાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
બુધવાર સુધી આગામી 3 દિવસો દરમિયાન અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દમણની ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદ
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 30 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જ્યારે બે તાલુકાને કોરાકટ રહ્યા છે. જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો છે. ત્યારે સુરતના કેટલાય ભાગોમાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે.
આ પણ વાંચો : રાજસ્થાન 2018ની કોંગ્રેસની જીતના હીરો સચિન પાયલોટ કેવી રીતે બન્યા વિલન ?
