અમદાવાદમાં મોડી રાતથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. બોપલ વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી થતા 4 લોકોના મોત થયા છે. મોડી રાતે આ દુર્ઘટના બની હતી જેમાં ચાર લોકો દટાયા હતા. ત્યાર બાદ ફાયર વિભાગ આવીને તે લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે આખા રાજ્યમાં બધી જગ્યા વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં એક દુર્ઘટના બની છે. શહેરના બોપલ વિસ્તારમાં આવેલા સુધા ફ્લેટ પાસે એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. આ દીવાલ ચાર લોકો પર પડી હતી.
ફાયર વિભાગ થોડીજ વારમાં ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ત્યાર બાદ તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.

નડિયાદમાં પણ 4 લોકોના મોત
શુક્રવારની રાત્રે કપડવંજ રોડ પરના પ્રગતિનગરના પુનેશ્વર એપાર્ટમેન્ટ નામનો ત્રણ માળનો એક બ્લોક અચાનક ધરાશયી થયો હતો. દુર્ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા છે જયારે 6 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 2 લોકોને બચાવી લેવાયા છે. દટાયેલાઓને બહાર કાઢવાની કામગીરીમાં નડિયાદ ફાયરબ્રિગેડ સહિતની બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અમદાવાદથી પણ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી છે.
જયારે વડોદરાથી એનડીઆરએફની ટીમ પણ પહોંચી છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.