રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇ સમગ્ર રાજ્ય પાણી પાણી થઇ ગયું છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 80%થી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ એટલે 21 થી 24 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી. ત્યારે આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દીવ-દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે.
4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની અગાહી
બંગાળની ખાડીની સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તીત થવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. હાલ આ સિસ્ટમનો ટ્રેક ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે. આ સિસ્ટમ સમગ્ર ગુજરાતમાં વરસાદ લાવશે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં સ્થિતિ ખરાબ પણ થઈ શકે છે. 22 અને 23 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મધ્ય-પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.
આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગરમાં ભારે વરસાદ તેમજ અમદાવાદમાં પણ મધ્યમથી ભારે વરસાદ થવાની આશંકા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ 22 અને 23 ઓગસ્ટે ભારે વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છમાં 2થી 6 ઇંચ સુધી વરસાદ પડે તેવી શક્યતા છે. જોકે 25 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. વરસાદની આગાહીને લઇ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : કોરોનાના ઈલાજમાં ઉપયોગમાં લેવાતા ટોસિલિઝુમેબ ઈન્જેક્શનને લઈ ચોંકાવનારો ખુલાસો
