રાજ્યમાં અત્યાર સુધીમાં 36 ટકા વરસાદ વરસી ચૂક્યા છે. ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસમાંની વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 જુલાઈએ અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
ચોમાસુ 100% રહેવાની શક્યતા
હવામાન વિભાગ મુજબ, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઇ નથી જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે પરંતુ આગામી સમયમાં ચોમાસું 100 ટકા રહેવાની શક્યતા છે.
રાજ્યના અમુક વિસ્તારોમાં જ વરસાદ
ગઈકાલે રાજ્યના ઘણા ઓછા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો જયારે આજે સવારથી જ રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું, રાજ્યમાં અમુક વિસ્તારોમાં જ વરસાદ જોવા મળ્યો। ત્યારે બનાસકાંઠાના વાવમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
આ પણ વાંચો : પ્રથમ જ્યોતિર્લિંગમાંના સોમનાથ મહાદેવના દર્શન માટે હવે લેવું પડશે પાસ, આ કારણે લેવાયો નિર્ણય
