ઉત્તરાખંડના કુમાઉં વિસ્તારમાં મંગળવારે ભારે વરસાદના કારણે અનેક ઘર જમીનદોસ્ત થવાના કારણે અત્યાર વધારે 42 લોકોના મોતના સમાચાર છે. આ સાથે જ વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં મરનારાઓની સંખ્યા વધીને 47 થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, ખરાબ હવામાન વચ્ચે નેનીતાલ સાથેનો સંપર્ક પુન:સ્થાપિત કરી દેવામાં આવ્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ડીઆજી નીલેશ આનંદ ભરનેએ જણાવ્યું કે, કુમાઉં વિસ્તારમાં જ મરનારાઓની સંખ્યા 40ને પાર થઈ ગઈ છે. અધિકારીએ જણાવ્યું કે, નૈનીતાલ જિલ્લામાં 28, અલ્મડા અને ચંપાવતમાં 6-6, પિથૌરાગઢ અને ઉધમ સિંહ નગર જિલ્લામાં એક-એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં હવાઇ સર્વેક્ષણ કર્યું અને પ્રભાવિતો સાથે વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ધામી સાથે ફોન પર વાત કરી અને હરસંભવ મદદ માટે આશ્વાસન આપ્યું.