રાજ્ય સરકારે પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી(heritage tourism Policy) જાહેરાત કરી છે. નવી પોલિસીથી ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ(World Tourism map) પર ચમકશે. નવી હેરિટેજ ટુરીઝમ પોલિસીને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ પોલિસીથી રાજ્યના પ્રવાસન અને ટુરિઝમ સેક્ટરને મંજૂરી મળશે. સાથે જ વિદેશી હુંડિયામણ પણ મેળવીને વધુ આવક મેળવી શકાશે.

શું છે જોગવાઈ
- 1 જાન્યુઆરી 1950 પહેલાની ઇમારતો-મહેલોમાં હેરિટેજ રેસ્ટોરન્ટ શરૂ કરી શકાશે
- ઐતિહાસિક સ્થળો પર હેરિટેજ હોટેલ,બેન્ક્વેટ હોલ,હેરિટેજ રેસ્ટોરન્ટ શરૂ કરી શકાશે.
- હોટેલોમાં રિનોવેશન માટે 5થી 10 કરોડ સુધીની સહાય મળશે
- મ્યુઝિયમ,રેસ્ટોરન્ટ રિનોવેશન માટે 45 લાખથી 1 કરોડ સુધીની સહાયની જોગવાઈ
- પાંચ વર્ષ માટે 7 ટકા વ્યાજ સબસીડી મહત્તમ પ્રતિવર્ષ ૩૦ લાખની મર્યાદામાં અપાશે
- હેરિટેજ પ્લેસના મૂળભૂત માળખા કે સ્ટ્રકચર ને કોઈ છેડ છાડ કર્યા સિવાય કામગીરી કરી શકાશે

હોમ સ્ટે પોલિસીમાં પણ ફેરફાર
ગુજરાત હોમ સ્ટે પોલિસી 2014-19ને વધુ સરળ બનાવવાનો નિર્ણય કરાયો છે. ગુજરાતનું ગ્રામીણ જીવન સંસ્કૃતિ ઇતિહાસ અને પરંપરાગત ધરોહર માણવા- જોવા આવતા પ્રવાસીઓને પોષાય તેવા દરે, આવાસની સગવડ હોમ સ્ટે પોલિસી અંતર્ગત મળશે. જેમાં 1 થી 6 રૂમ સુધીના આવાસો અને પરિવાર સાથે વસવાટ કરતા હોય તેવા વ્યક્તિઓ હોમ સ્ટે તરીકે પોતાનું ઘર આપી શકશે. આવા હોમ સ્ટેને ઘરેલુ પ્રોપર્ટી ટેક્સ અને ઘરેલું વીજ દરના લાભ પણ મળશે. ગુજરાત પ્રવાસન નિગમમાં રજિસ્ટર્ડ હોમ સ્ટેને સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ આપી સૌર ઊર્જાના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરાશે.
આ પણ વાંચો : ગુરુવારે સુરતમાં 256 નવા કોરોનાના કેસો સામે આવ્યા, જાણો કયા ઝોનમાં નોંધાયા સૌથી વધુ કેસ
