આસામની હિમા દાસ ક્રિકેટર્સના મુકાબલે પોતાની ઐતિહાસિક સફળતાને ઓછુ સન્માન મળવા પાછળ દુઃખી છે. ઓડિશાની દૂતી ચંદને પણ આજ ફરિયાદ છે. દુતિના અનુસાર, ’11 સેકન્ડ દોડ઼વા માટે વર્ષો સુધી એડીઓ ઘસવી પડે છે.
હિમાએ સાથે જ કહ્યું કે લોકોનો પ્યાર અને સમ્માન તો મળે જ છે. તેને કારણે જ હું અહીંયા સુધી પહોંચી છું. આપણાં દેશની મુખ્ય સમસ્યા એ છેકે અહીં ક્રિકેટને પૂરતુ સમ્માન મળે છે તેમ જ એવું સન્માન બીજી રમતોને પણ મળવું જોઇએ. લોકો એથ્લેટિક્સની સ્પર્ધાઓના વિષે જેટલું જાણશે તેટલો વધારે એને પ્રેમ આપશે.
હિમ દાસે ચેક રિપબ્લિકમા 400 મીટરની રેસ 52.09 સેકન્ડથી પૂર્ણ કરી.
ભારતીય ‘ધાકડ ગર્લ’ હિમા દાસે શનિવારે હજુ એક ગોલ્ડ મેળવ્યો. આ તેનો 20 દિવસમા 5 મો ગોલ્ડ છે. ચેક રિપબ્લિકમા થયેલી નોવે મૅસ્ટો નાડ મેટૂજી ગ્રાં પ્રિ મા હિમાએ 400 મીટરની રેસ 52.09 સેકન્ડથી પૂર્ણ કરી. આ તેની સીઝનનો બેસ્ટ સમય છે.
19 વર્ષીય હિમાએ આ દૌડને પોતાનો બીજો સર્વશ્રેષ્ઠ સમયમા પૂર્ણ કર્યો. આનાથી પેહલા તેનો સર્વશ્રેષ્ટ સમય 50.79 સેકન્ડ હતો, જે તેણે ગત વર્ષ થયેલ એશિયાઈ રમત દરમિયાન મેળવ્યો હતો. પાંચમો સ્વર્ણ પદક જીતિને તેમણે ટવિટ કર્યું, ‘ચેક ગણરાજ્યમા 400 મિટર દૌડમા શીર્ષ પર રહીને પોતાની દૌડ પુરી કરી.’
હિમાના ચાર ગોલ્ડ
- પેહલો ગોલ્ડ: 2 જુલાઈએ પોજ્નાન એથ્લેટીક્સના ગ્રાન્ડ પ્રિક્સમા 200 મીટરની રેસમા ભાગ લીધો હતો. તે રેસને 23.65 સેકન્ડમાં પૂર્ણ કરી ગોલ્ડ મેળવ્યો
- બીજો ગોલ્ડ: 7 જુલાઈએ પોલેન્ડના કુટનો એથ્લેટીક્સ મીટમાં 200 મિટરની રેસને 23.97 સેકન્ડથી પૂર્ણ કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો
- ત્રીજો ગોલ્ડ: 13 જુલાઈએ ચેક રિપબ્લિકમા થયેલી કલાનદો મેમોરિયલ એથ્લેટિક્સમાં 200 મીટર રેસને 23.43 સેકન્ડથી પર્ણ કરી
- ચોથો ગોલ્ડ: 17 જુલાઈએ ચેક રિપબ્લિકમા તાબોર એથ્લેટીક્સ મીટમા 200 મીટર રેસની 23.25 સેકન્ડથી જીત મેળવી

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.