ભારતની સંસ્કૃતિની ઓળખ અને દેશના ગૌરવ સમાન હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે. હિન્દીને દરેક ક્ષેત્રમાં પ્રસારિત કરવા રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાના અનુરોધ પર 1953થી દર વર્ષે 14મી સપ્ટેમ્બરે હિન્દી દિવસની ઉજવણી થાય છે.
હિન્દી દિવસ અંગે કેટલીક જાણવા જેવી વાતો
સૌપ્રથમ મહાત્મા ગાંધીજીએ 1918માં હિન્દી સાહિત્ય સંમેલનમાં હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા બનાવવા માટે કહ્યુ હતુ. ગાંધીજીએ હિન્દીને જનમાનસની ભાષા ગણાવી હતી. ભારતીય બંધારણની 17 માં અનુચ્છેદ 343(1)માં વર્ણન કરવામાં આવ્યું છે.અને ત્યારથી દર વર્ષે આ દિવસ હિન્દી તરીકે ઉજવાય છે.
- 26મી જાન્યુઆરી 1965ના દિવસે રાષ્ટ્ર ભાષાનો દરજ્જો આપ્યો
- દેવનાગરી લિપિ સાથે રાષ્ટ્રભાષા તરીકે તેનો સ્વીકાર થયો છે.
- વિદેશીઓનું આપણે અનુકરણ કરતા થયા છે પરંતુ તેઓ પાસેથી પણ એક વાત શિખવા જેવી છે અને એ છે પોતાની રાષ્ટ્રીય ભાષાને મહત્વ આપવુ.
- વિશ્વમાં ચીની ભાષા પછી સૌથી વધારે બોલાતી ભાષા હિન્દી છે.
- ભારત અને વિદેશના લોકો સહિત અંદાજે 90 કરોડથી વધુ લોકો આ ભાષા બોલે છે
- ગાંધીજીએ હિન્દી ભાષાને ‘એકતાની ભાષા’ કહી છે.
- 993માં લખાયેલ દેવસેનની “શવકચર” કદાચ હિન્દીનું પહેલું પુસ્તક હશે તેવું મનાય છે.
- વર્ષ 2000માં સોની ચેનલ પર કૌન બનેગા કરોડપતિ શો ચાલુ થયો ત્યારે અમિતાભ બચ્ચને તેને સંપૂર્ણ હિન્દીમાં હોસ્ટ કર્યો એ સૌને આકર્ષક લાગ્યું. લેડીઝ એન્ડ જેન્ટસ કે જેન્ટલમેનને બદલે અમિતાભે દેવીઓ અને સજ્જનો એવું ઉદ્બોધન કરી એક નવો ચીલો ચાતર્યો. અમિતાભ બચ્ચની આ શુદ્ધ હિન્દી ભાષા શોની ટીઆરપી વધારવામાં મહત્વની સાબિત થઇ.
આ પણ વાંચો : રાજ્યમાં હજુ પાંચ દિવસ મેઘાની મહેર, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
