કોરોના વાયરસની તબાહી વચ્ચે આજે બધા વેક્સિનની રાહ જોઈ રહ્યા છે, જે આ મહામારીથી મનુષ્યને બચાવી શકે. જો કે વૈજ્ઞાનિક પહેલા જ કહી ચુક્યા છે કે મહામારી માટે વેક્સીન તૈયાર કરવું સરળ નથી. એમાં વર્ષો લાગી જાય છે અને કોઈ વાર તો વેક્સીન બનાવવાની સંભાવના નથી હોતી HIV સંક્રમણ માટે પણ હજુ સુધી વેક્સીન નથી મળી.
આજે વર્લ્ડ એડ્સ વેક્સીન ડે છે. આ બીમારીની વેક્સીન માટે વર્ષોથી વૈજ્ઞાનિકો શોધ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી સફળતા નથી મળી, જોકે વેક્સીન ન હોવા છતાં એને રોકવામાં ઘણા હદ સુધી સફળતા મળી છે. વર્ષ 1984માં પહેલી વખત સામે આવેલ રોગને લઇ એમેરિકાની હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસ વિભાગે કહ્યું હતું કે બે વર્ષની અંદર એની વેક્સીન તૈયાર થઇ જશે પરંતુ આજે એને વર્ષો થઇ ગયા છે.પરંતુ સફળતા હાથ લાગી નથી.
વૈજ્ઞાનિકોના નિરંતર પ્રયાસો છતાં શા માટે નથી બની વેક્સીન ?

- મનુષ્યના શરીરમાં રોગોથી લડવા વાળું ઇમ્યુન સિસ્ટમ HIV વિરુદ્ધ પ્રતિક્રિયા નથી આપતું। રોગીના શરીરમાં ઇમ્યુન એન્ટિબોડી પ્રોડ્યુક્ઝ તો કરે છે, પરંતુ તે માત્ર રોગની ગતિને ધીમી કરે છે, એને રોકી નથી શકતી
- HIVના સંપ્રકમાં આવ્યા પછી દર્દીની રિકવરી થવું લગભગ અસંભવ છે.HIV પર ઇમ્યુનનો કોઈ રીએકશન ન દેખાવાના કારણે વૈજ્ઞાનિક વેક્સીન નથી બનાવી શકતા જે શરીરમાં એન્ટિબોડી પ્રોડક્શનની નકલ કરી શકે.
- શરીરમાં HIV સંક્રમણ ફેલાવાનો એક લમ્બો સમય ગાળો હોય છે. એ દરમિયાન વાયરસ મનુષ્યના ડીએનએમાં છુપાયેલો રહે છે. શરીર માટે ડીએનએમાં છુપાયેલ વાયરસને શોધી નષ્ટ કરવું મુશ્કેલ હોય છે. વેક્સિનના મામલામાં પણ એવું જ હોય છે.
- વેક્સીન બનાવવમાં વધુ કમજોર થઇ ગયેલા અથવા નષ્ટ થઇ ગયેલા વાયરસનો ઉપયોગ થાય છે, પરંતુ નષ્ટ થઇ ગયેલ એચઆઇવી શરીરમાં ઇમ્યુનને સારી રીતે પ્રોડ્યુસ નથી કરી શકતો। વાયરસના કોઈ પણ જીવિત રૂપનો ઉપયોગ ઘણો ખતરનાક હોય છે.
- મહત્તમ વેક્સીન એવા વાયરસથી સુરક્ષા કરે છે જે શરીમાં રેસ્પિરેટરી અને ગેસ્ટ્રો-ઇન્સ્ટાસ્ટેઇનલ સિસ્ટમથી દાખલ થાય છે. જયારે HIVનું સંક્રમણ જનનાંગ અથવા લોય દ્વારા શરીરમાં ફેલાય છે.
- જાનવરો પર ટેસ્ટ કર્યા પછી જ કોઈ વેક્સિનનો ઉપયોગ થાય છે ત્યાર પછી મનુષ્ય માટે તૈયાર કરવામાં આવે છે. પરંતુ દુર્ભાગ્યવશ એચઆઇવી માટે જાનવરોનું એક પણ મોડલ નથી જે તર્જ પર મનુષ્ય માટે વેક્સીન તૈયાર કરી શકાય
- એચઆઇવી વાયરસ ઘણી ઝડપથી રૂપ બદલે છે. જયારે વેક્સિન વાયરસના એક વિશેસ રૂપને ટાર્ગેટ બનાવી તૈયાર કરવામાં આવે છે. વાયરસ ના રૂપ બદલતા જ વેક્સીન કામ કરવાનું બંધ કરી દે છે. આ જ કારણે હજુ એચઆઇવીની વેક્સીન તૈયાર નથી થઇ .
આ પણ વાંચો : સુરતમાં ટ્રેન ટિકિટને લઇ સામે આવ્યું નવું કૌભાંડ, 2019ના વર્ષની ટિકિટ સાથે 30 લોકો ઝડપાયા
