હૉલિવુડની ફિલ્મો પોતાના કંટેટને લઈને દુનિયાભરમાં પ્રશંસા પ્રાપ્ત કરે છે. પણ જ્યારે ભારતની અને ભારતીય સમાજ પર ફિલ્મો બનાવવાની વાત આવે છે ત્યારે હૉલિવુડના ડાયરેક્ટ ભારત સાથે જોડાયેલા સ્ટીરીયોટાઈપ્સ થી આગળ કંઈ જોઈ જ શકતાં નથી અને વધુથી વધુ ફિલ્મોમાં ગરીબી અને જીવનની ખરાબ પરિસ્થિતિઓ વિશે બતાવવામાં આવે છે.
હાલમાં જ એવેન્જર્સ એન્ડગેમ ના એક સીન ના કારણે તેની ઘણી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. બંગાળના સુપરસ્ટાર એકટર રિતુપર્ણા સેનગુપ્તાએ કહ્યું કે ભારતની બે બાજુ છે. એક સમૃદ્ધ અને બીજી જેની પરિસ્થિતિ સારી નથી. પણ હૉલિવુડ માત્ર સ્લમ અને ખરાબ વિસ્તારો જ બતાવે છે.
જેવી કે, મીરા નાયરની 1988 માં આવેલી ફિલ્મ ‘સલામ બોમ્બે’ થી લઈને વર્ષ 2007 માં ડેની બૉયલની ફિલ્મ ‘સ્લમડોગ મિલયોનર ‘ સુધી. તેમજ રિચર્ડ એટેનબર્ગની ‘ગાંધી’ થી લઈને ‘ટેલિગ્રાફ’, ‘લાઈફ ઓફ પાઈ’ અને ‘ધ બેસ્ટ એકજોટિક મેરીગોલ્ડ’ જેવી સારી ફિલ્મોમાં પણ ભારતની ખરાબ સ્થિતિ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સતત આવી ફિલ્મોના કારણે ભારતની છવિ પર અસર થાય છે.
આ એવા સમયમાં થઇ રહ્યું છે. જ્યારે ભારત એક મોટા તબક્કામાંથી ગતિથી આગળ વધી રહ્યું છે અને વૈશ્વિક સ્તર પર પોતાની છાપ છોડવામાં સફળ થઇ રહ્યું છે. ત્યારે હૉલિવુડના ડાયરેક્ટર્સને ભારતની છવિ રજૂ કરતી વખતે સ્ટીરીયોટાઈપ્સ થી આગળ વધવાની જરૂરિયાત છે.
હૉલિવુડના ડાયરેકટર એ નહીં ભૂલવું જોઈએ કે ભારતની મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસની સંખ્યા ઘણા પશ્ચિમી દેશો કરતા વધારે છે. તેવામાં ભારતને સતત અસંવેદનશીલ રજૂ કરવાથી તેમને પોતાનું એક મોટું માર્કેટ બંધ થઇ શકે એવો ખતરો એ લોકો લઈ રહયા છે.