ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ હોમ ફાયનાન્સ કંપનીઓના નિયમોમાં ફેરફાર કર્યા છે, જે મુજબ લોન લઈને સમય પહેલા કે અગાઉથી લોન પુરી કરી દેવા પર હવે કોઈ પેનલ્ટી નહીં ભરવી પડે.
આ સાથે હોમ ફાયનાન્સ કંપનીઓને પાત્ર નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેમના નેટ એસેટસના 60 ટકા ભાગ હાઉસીંગ ફાયનાન્સમાં હોવો જોઈએ. કંપનીઓએ 31 માર્ચ 2024 સુધીમાં આ માપદંડને પુરો કરવાનો રહેશે. સાથે સાથે કંપનીઓએ કુલ લોન મૂલ્યના 50 ટકા વ્યક્તિગત ઋણદાતાને આપવું પડશે. જયારે કોઈ બિલ્ડીંગના ડેકોરેશન કે મોર્ગેજ માટે કરવામાં આવેલ દાવો હોમલોન અંતર્ગત નહીં આવે કેન્દ્રીય બેન્કે સ્પષ્ટ કર્યું છે કે માત્ર પ્રોપર્ટી ખરીદવા કે ક્સ્ટ્રકશન માટે લેવાયેલી લોન જ હોમલોનના દાયરામાં આવશે.
લોનધારકોને આ નિર્ણયથી રાહત

હાલ હોમ ફાયનાન્સ કંપનીઓ હોમ લોનની બાકી રકમ પર અગાઉની ચૂકવણી પર 2 થી 3 ટકા પેનલ્ટી વસુલે છે. આ સ્થિતિમાં જો હોમ લોનમાં રૂા.20 લાખ બાકી હોય તો આપે 60 હજાર રૂપિયા પેનલ્ટી તરીકે ચૂકવવા પડતા હતા. નવા નિયમથી હવે આ રકમ નહીં આપવી પડે અને આપને આ રકમની બચત થશે.
ઓછા વ્યાજે મળશે લોન

વિશેષજ્ઞોનું કહેવું છે કે કંપનીઓએ પોતાની નેટ એસેટના 60 ટકા હોમ લોન તરીકે આપવી પડશે. અર્થાત તેણે પોતાના કોરોબારમાં હોમલોનને મુખ્ય રૂપે સામેલ કરવો પડશે. આથી વ્યક્તિગત હોમ લોન લેનારને રાહત થશે. ગ્રાહકોને આકર્ષિત કરવા માટે સસ્તા વ્યાજ દરે કંપની લોન ઉપલબ્ધ કરાવશે.
ડબલ ફાયનાન્સ પર રોક લાગશે

બેન્કીંગ વિશેષજ્ઞોનું કહેવું આરબીઆઈના નિર્દેશ અનુસાર એચએફસી (હોમ ફાયનાન્સ કંપની) રિયલ એસ્ટેટ કારોબારમાં ગ્રુપ કંપનીમાં એકસપોઝર લઈ શકે છે અથવા તો ગ્રુપની કંપનીઓના પ્રોજેકટસમાં રિટેલ ઘર ખરીદનારાને ઉધાર આપી શકે છે, જો કે આ બન્નેને એક સાથે કંપની નથી કરી શકતી. આનો ઉદેશ ગ્રુપ કંપનીઓને લોન આપવાના કારણે ડબલ નાણા ધિરાણની ચિંતાને સમાપ્ત કરવાનો છે.