દિલ્હી એઈમ્સના ડિકરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના જણાવ્યા પ્રમાણે કોરોનાના દર્દી મળવાની સતત વધતી ઝડપનું સૌથી મોટું કારણ તેમણે લક્ષણ વિનાના દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવાના નિર્ણયને જવાબદાર ગણાવ્યો છે.
હાલમાં જ અમુક રાજ્ય સરકારે લક્ષણ વગરના કોરોના સંક્રમિત દર્દીઓને હોમ આઈસોલેશનમાં રહેવાની પરવાનગી આપી છે. આ અંગે ડૉ.નું કહેવું છે કે તેમને ઈન્સ્ટીટ્યૂશનલ આઈસોલેશન વોર્ડમાં જ રાખવા જોઈએ. લોકો પોતાના ઘરે જોઈએ તેવી સાવધાની રાખતા નથી. તેમને લાગે છે કે તેઓ સારા થઈ ગયા છે અને જેને લીધે તેઓ બહાર જવાનું પણ શરૂ કરી દેતા હોય છે. જેનાથી બીજા લોકોને સંક્રમણ થવાનું જોખમ વધી જાય છે.

સંક્રમિતોના ડેટા જોવા પરથી ખ્યાલ આવશે કે કેન્ટેઈનમેન્ટ ઝોનની બહાર તે સ્થળો જ ક્લસ્ટર બની રહ્યા છે, જ્યાં લોકોને હોમ આઈસોલેશનમાં રહેવાની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાય તેમણે કહ્યું હતું કે, રેમેડસીવીર દવા દર્દીને માત્ર ગંભીર પરિસ્થિતિમાં જ આપવી જોઈએ, તેના વગર લક્ષણ વગરના દર્દીઓને આપવામાં આવશે તો તેની અસર દર્દીના લિવર અને કિડની પર પણ થઈ શકે છે.
