વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અમેરિકામાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ પોતાનું વ્યકત્વ આપ્યું. કાર્યક્રમ હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં થયો હતો. જેનામાં 50 હજાર જેટલા મૂળ ભારતીય હાજર રહ્યાં હતા.
‘હાઈડી મોદી’ કાર્યક્રમ ટેકસાસ હ્યુસ્ટનમાં જ કેમ?
વડાપ્રધાન મોદીનો ‘હાઉદી મોદી’ કાર્યક્રમ અમેરિકાના ટેકસાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં થયું હતું. ટેકસાસ રાજ્યનો ઇતિહાસ થોડો ઘણો કાશ્મીર જેવો જ છે. જ્યારે ભારત 15 ઑગસ્ટ 1947 માં આઝાદ થયો. ત્યારે કાશ્મીર ભારતનો ભાગ નહીં હતો. તેમજ જ્યારે અમેરિકા દેશ બન્યો ત્યારે ટેકસાસ એમનો ભાગ નહીં હતો. ઈ.સ.1836 સુધીમાં ટેકસાસ મેક્સિકોનો ભાગ હતો. ટેકસાસે મેક્સિકો વિરૂદ્ધ વિદ્રોહ કર્યું હતું. 1836 માં ટેકસાસે પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરી દીધી. આ તમામ ઘટનાઓ સૈમ્યુએલ હ્યુસ્ટનના નેતૃત્વ હેઠળ થઇ. એમનો જન્મ તો અમેરિકામાં થયો હતો. પણ 1830 ની શરૂઆત થતા તેઓ ટેકસાસમાં રહેવા લાગ્યા. તેમના જ નામ પર અમેરિકાના ચૌથા ભાગનો સૌથી વધુ લોકસંખ્યા ધરાવતું શહેરનું નામ હ્યુસ્ટન રાખવામાં આવ્યું.

હ્યુસ્ટનના નેતૃત્વમાં ટેકસાસે અમેરિકા સાથે જોડાવવા માટે એક પ્રસ્તાવ મુક્યો. અમેરિકાના મુખ્ય રાજનીતિક પાર્ટીઓને શરૂઆતથી જ આ વિષયમાં સંશય હતો. એમને ટેકસાસ ને અમેરિકામાં શામેલ કરતા વિરોધ દર્શાવ્યો. તેમને વિચાર્યું કે આનાથી અમેરિકા અને મેક્સિકોના સંબંધ ખરાબ થશે. કેમ કે ત્યારે મેક્સિકોને ટેકસાસની સ્વતંત્રતાને માન્યતા આપી નહીં હતી. આ દરમિયાન ટેકસાસના નેતાઓએ બ્રિટેનને મધ્યસ્થતા કરવાની અપીલ કરી અને કહ્યું કે એ ટેકસાસને મેક્સિકોથી અલગ દેશ બનાવવાની માન્યતા આપવામાં મદદ કરે. આ દરમિયાન જ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જૉન ટાયલરે ટેકસાસને અમેરિકામાં જોડાવવાની વાતનું સમર્થન કર્યું હતું.
ટેકસાસ અને જમ્મુ-કાશ્મીર વચ્ચેનું કનેક્શન
ઈ.સ.1844 માં જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થઇ રહી હતી. ટેકસાસ મોટો ચૂંટણીનો મુદ્દો બની ગયો હતો. હ્યુસ્ટન ટાયલર કે પ્રતિસ્પર્ધી જેમ્સ કે પોલ્કને પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી. તે સમયે જેમ્સ કે પોલ્ક ચૂંટણી જીતી ગયા અને રાષ્ટ્રપતિ બન્યા પછી એમને ટેકસાસને અમેરિકાનું 28મુ રાજ્ય બનાવ્યું. આ ઘટના કાશ્મીર જેવી છે. 1947 માં જ્યારે અંગ્રેજોએ ભારતની આઝાદીની જાહેરાત કરી. ત્યારે જમ્મુ-કાશ્મીરે ભારતનો ભાગ બનાવવા માટે ના પાડી દીધી. જમ્મુ-કાશ્મીરે પોતાને સ્વતંત્ર રાજ્ય તરીકેની ઘોષણા કરી દીધી. પરંતુ પાકિસ્તાન આને સ્વીકાર કરવા તૈયાર નહીં હતું. જેવી રીતે મેકિસકો ટેકસાસને સ્વતંત્રતાનો અસ્વીકાર કરતો હતો. મેક્સીકોએ અમેરિકા સાથે યુદ્ધ કર્યું. તેવી જ રીતે પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીરને પોતાનો ભાગ બનાવવો હતો અને એના જ કારણે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર ઉપર હુમલો કર્યો હતો. ભારતે જમ્મુ-કાશ્મીરને મદદ કરી, પરંતુ આ શર્ત મૂકી કે જમ્મુ-કાશ્મીર ભારતમાં શામેલ થશે.
‘હાઉડી મોદી’ દ્વારા ટ્રમ્પને થશે ફાયદો

અમેરિકામાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે. ટ્રમ્પ આ કાર્યક્રમ દ્વારા મૂળ ભારતીય લોકોનું દિલ જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નેશનલ એશિયન અમેરિકન સર્વે દ્વારા જાણવા મળ્યું કે, 2016 માં થયેલ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મૂળ ભારતીય અમેરિકી નાગરિકોએ ટ્રમ્પના બદલે હિલેરી ક્લિન્ટનને વોટ આપ્યો હતો. કાર્યક્રમમાં ટ્રમ્પ આવ્યા હોવાથી ચૂંટણી સાથે આ વાતને જોડવામાં આવી રહી છે. ટ્રમ્પને લાગે છે કે મોદીના સાથે ઉભા રહેવાથી એમને ઈન્ડો-અમેરિકન લોકોનો સાથ મળશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.