14મી જાન્યુઆરીને લઇ ઉત્તરાયણની તૈયારી સુરતીઓએ કરી દીધી છે. જયારે રવિવારના રોજ સુરતના ડબગરવાડ પતંગ બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે માંજા માટે મોડી રાત સુધી લોકોની લાઈનો લાગી હતી. આ વખતે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવાથી શહેરીજનોનો ઝોક પરંપરાગત માંજા ઘસાવવા તરફ વધુ જોવા મળી રહ્યો છે. આમ પણ ડબગરવાડ શહેરમાં પતંગબજારનું હાર્દ ગણાતું હોવાથી તેમજ રવિવારે રજાનો માહોલ હોવાથી ભીડ જોવા મળી હતી.

ઉત્તરાયણના છેલ્લા રવિવારે લોકોની ભીડ દેખાતા વેપારીઓ ખુશી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, એ પહેલા ના રવિવારે પણ પતંગ બજારમાં ભીડ ન જોવા મળતા વેપારીઓમાં ભારે નિરાશા જોવા મળી હતી. છેલ્લા રવિવાર સુધી બજાર પુરી રીતે ખુલ્યું ન હતું. અને ચારે બાજુ મંદી જોવા મળી હતી. રવિવાર સુધી વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈ બેઠા હતા. ત્યારે વેપારીઓ આશા વ્યક્ત કરી હતી કે આગળના દિવસોમાં બજાર ખુલશે. ત્યારે ઉત્તરાયણના છેલ્લા રવિવારે બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.