ભારતની ન્યાય વ્યવસ્થા ભલે ખાડે જઇ રહી હોય પણ તેની વાસ્તવિક સ્થિતિ તમને પણ વિચારવા પર મજબૂર કરે તેવી છે. સમગ્ર દેશમાં સૌથી સારી કાયદા વ્યવસ્થા મહારાષ્ટ્ર માં છે. નાગરિકોને નયાય આપવાની ક્ષમતા પર ભારતે પહેલી વખત રેન્કિંગ જાહેર કરી છે. જેમાં 18 મોટા અને મધ્યમ વર્ગ (1 કરોડની આબાદીથી વધુ )ના રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે ઓવરઓલ રેન્કિંગમાં મહારાષ્ટ્ર નંબર 1 રાજ્ય સાબિત થયું છે. એના પછી કાયદાકીય વ્યવસ્થા સારી બનાવી રાખવામાં કેરળ, તામિલનાડુ, પંજાબ, અને હરિયાણા છે. 7 નાના રાજ્યોમાં ગોવા નંબર 1 પર છે. બીજા નંબર પર સિક્કિમ અને હિમાચલ પ્રદેશ છે.

આ રેન્કિંગ ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-2019 (IJR-2019)માં આપવામાં આવી હતી. આ રેન્કિંગ ને તૈયાર કરવા માટે ન્યાય પ્રક્રિયાના ચાર મુખ્ય સ્તંભોનું આંકડાકીય અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સ્તંભ છે, પોલીસ, ન્યાય વ્યવસ્થા, જેલ અને કાયદાકીય સહાય. નોંધનીય છે કે કાયદા વ્યવસ્થા બનાવી રાખવા માટે આ ચાર સ્તંભો વચ્ચે તાલમેલ ખુબ જરૂરી છે. મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, પંજાબ, હરિયાણા, ગોવા, સિક્કિમ અને હિમાચલ પ્રદેશમાં આ ચાર સ્તંભોની કામગીરી ઘણી સારી છે. એ સિવાય આ રાજ્યોમાં આ ચાર સ્તંભોનો તાલમેલ ઘણો સારો છે.
મોટા રાજ્યોના શ્રેષ્ઠ રાજ્યોમાં 10 માંથી પોઇન્ટ આપવામાં આવ્યા છે જમા મહારાષ્ટ્ર 5.92 પોઇન્ટ સાથે પહેલા નંબર પર છે. કેરળ બીજા નંબર પર 5.85 પોઇન્ટ સાથે, ત્રીજા નંબર પર તામિલનાડુ 5.76 પોઇન્ટ, 5.35 પોઇન્ટ સાથે પંજાબ ચોથા નંબર પર છે અને હરિયાણા 5.53 પોઇન્ટ સાથે પાંચમા નંબર પર છે જ્યાં નાના રાજ્યોમાં ગોવા 4.85 સાથે પહેલા નંબર પર છે. 4.31 પોઇન્ટ સાથે સિક્કિમ બીજા નંબર પર છે. ત્રીજા નંબર પર હિમાચલ 4.05 પોઇન્ટ સાથે. મિજોરમ 3.89 પોઇન્ટ સાથે ચોથા નંબર પર છે અને 3.81 પોઇન્ટ સાથે મેઘચાલ પાંચમા નંબર પર છે. દેશમાં સૌથી ખરાબ રાજ્યોમાં ત્રણ રાજ્યોનો સમાવેશ થાય છે જેમાં 3.32 પોઇન્ટ સાથે ઉત્તર પ્રદેશ પહેલા નંબર પર છે 3.42 પોઇન્ટ સાથે બીજા નંબર પર ત્રિપુરા. અને ત્રીજા નંબર પર અરુણાચલ પ્રદેશ જેને 3.43 પોઇન્ટ મળ્યા છે.

આ 6 રાજ્યોમાં કોર્ટમાં બધા મામલાઓની ફાઈલોનો નિકાલ
2016 અને 2017 માં માત્ર 6 રાજ્ય છે જેમણે કોર્ટમાં દાખલ બધા મામલાઓનો નિકાલ કર્યો છે. આ રાજ્યો છે – ગુજરાત, દમણ-દીવ, દાદરા નગર હવેલી, ત્રિપુરા, ઓડિશા, લક્ષદ્વીપ, તામિલનાડુ અને મણિપુર. ઓગસ્ટ 2018ના બિહાર, યુપી, પ.બંગાળ, ઓડિશા, ગુજરાત, મેઘાલય અને અંદમાન-નિકોબાર માં દર ચાર કેશો માંથી એક કેશ પાંચ વર્ષથી લટકી પડ્યો છે.

દેશના 68% અંડરટ્રાયલ કેદીઓના કેસમાં તપાસ કે ટ્રાયલ નથી
દેશભરમાં વિવિધ રાજ્યોની જેલોમાં બંધ કેદીઓમાં થી 68% કેદી અંડરટ્રાયલ છે. આ એ કેદી છે જેની તપાસ પુરી નથી થઇ અથવા એમની ટ્રાયલ લંબાઈ છે. 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અંડરટ્રાયલ કેદીઓની સંખ્યા 50% થી વધુ છે. પાંચ વર્ષમાં માત્ર 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ સંખ્યા ઘટાડવામાં સફળતા મળી છે.

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ થી નીકળેલા મુખ્ય તારણો
- દેશમાં 18200 નજીક જજ છે. પરંતુ જજોની હજુ પણ 23% જગ્યા ખાલી છે.
- મહિલાઓની સંખ્યા ઘણી ઓછી છે પોલીસ વિભાગમાં માત્ર 7% જ મહિલાઓ છે.
- દેશમાં લગભગ બધી જ જેલોમાં એની ક્ષમતાથી વધુ કેદી છે. એવરેજ 114%
- જેલમાં બંધ કેદીઓ માં સૌથી વધુ 68% કેડી તો હજુ અંડરટ્રાયલ માં છે.
- પોલીસ, જેલો અને અદાલતોમાં કર્મચારીઓની કંઈ છે. છેલ્લા 5 વર્ષમાં અડધા રાજ્યો જ ખાલી પડેલી જગ્યા ભરવાની કોશિશ કરી છે.
કઈ વસ્તુઓના આધાર પર તૈયાર થઇ આ રિપોર્ટ
બધા સ્તભના રાજ્યો દ્વારા જાણકાર અને માપદંડોની તુલનામાં બજેટ, માનવ સંસાધન, કર્મચારીઓનો કાર્યભાર, વિવિધતા, મૂળભૂત સેવા સુવિધા અને પ્રવૃત્તિઓની કસોટીઓ પર વિશ્લેષણ કરવાંમાં આવ્યું આ વિશ્લેષણના આધાર પર દેશના 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોની રિપોર્ટ તૈયાર કરવામાં આવી.
