કેન્દ્ર સરકાર દ્વારા Fastag લગાવવાની તારીખ 1 ડિસેમ્બરથી વધારી 15 ડિસેમ્બર કરી છે. તારીખ લંબાવવાનું કારણ સરકારે એ આપ્યું છે કે હજુ સુધી કરોડો વાહનચાલકો Fastag મેળવી શક્યા જ નથી. ત્યારે જલ્દીથી વાહનચાલકો સુધી માટે સરકારે પ્રથમ વખત કોઈ સરકારી સ્કીમને પ્રાઇવેટ રાઇટ્સ પર વેચવાની નિર્ણય કર્યો છે. જેમાં તમે ઓનલાઇન શોપિંગ એપ જેવી કે એમેઝોન, સ્નેપડીલ અને ફ્લિપકાર્ટ જેવી વેબસાઈટ પરથી ખરીદી શકશો.

હાલ Fastag તમે બેન્ક અથવા Paytm પર ઉપલબ્ધ છે. Fastag ની કિંમત રૂપિયા 100 છે. પરંતુ તમે Paytm પર ફ્રી માં ખરીદી શકો છો. પરંતુ રૂપિયા 250 રિફંડેબલ સિક્યોરિટી એેમાઉન્ટ અને રૂપિયા 150નું બેલેન્સ .આમ તમારે ટોટલ 400 રૂપિયા ચૂકવવાના રહેશે. જેના દ્વારા ટોલ પ્લાઝાની ચૂકવણી કરી શકાશે. જો તમે Paytm પરથી Fastag ખરીદશો તો તમે ઘર બેઠા Fastag મેળવી શકો છો .
આ પણ વાંચો : FASTag : ભારતમાં પહેલી વાર કોઈ સરકારી સ્કીમ મળશે પ્રાઇવેટ રાઇટ્સ પર
આ Fastag ની મદદથી તમારે ટોલ પ્લાઝા પર લાંબી લાઈનમાં ન ઉભું રહેવું પડશે. તમે Fastag ની લાઈનમાં જશો એટલે તમારી ગાડી પર ચોંટાડવામાં આવેલ Fastag સ્કેન થઇ જશે જે તમારા એકાઉન્ટમાંથી ડાઇરેક્ટ ટેક્સ કપાઈ જશે. આ ઉપરાંત તમે Fastag તમે બેન્ક માંથી પણ ખરીદી શકો છો. આ Fastagને તમારે મોબાઈલમાં સિમ કાર્ડની જેમ બેલેન્સ ખતમ થતા એને રિચાર્જ કરાવવાનું રહેશે.
