વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાની ચરખી-દાદરીમાં ચૂંટણીની એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે હરિયાણાની દીકરીઓની ખુબ તારીફ કરી. આ દરમિયાન તેમણે દંગલ ફિલ્મનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે ભારત પ્રવાસે આવેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગએ એમને કહ્યું કે એમણે દંગલ ફિલ્મ જોઈ છે અને કહ્યું કે એમની દીકરીઓ ઘણી હિમ્મતવાળી છે.

વર્ષ 2016માં રિલીઝ થયેલી આમિર ખાન, સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ, ઝાયરા વસીમ અને સાક્ષી તંવર સ્ટારર ફિલ્મ દંગલ પહેલવાન ગીતા ફોગાટ અને એમની ઉપલબ્ધીઓ પર આધારિત છે.
પીએમ મોદી એ કહ્યું કે “અમારા ગામો દેશમાં થઇ રહેલા સામાજિક પરિવર્તનોને ગતિ આપી રહ્યા છે. અમારા ગામો જ અમારી સંસ્કૃતિ અને પરંપરાઓને સાચવી સમાજને નવા વિચારો અને નવા રસ્તાઓ પર લઇ જાય છે. દેશના ગામોએ ખુલ્લામાં શૌચથી મુક્ત કરવાનો સંકલ્પ સિદ્ધ કર્યો.” ખુલ્લામાં શૌચ કરવાના વિરુદ્ધ સંદેશ જારી કરવા માટે બૉલીવુડમાં એક ફિલ્મ પણ બની ગઈ છે. જેનું નામ હતું ટોયલેટ એક પ્રેમ કથા. ફિલ્મમાં અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર લીડ રોલમાં હતા.
દંગલ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ માત્ર ભારત જ નહિ પરંતુ ચીનમાં પણ ઘણી હિટ થઇ હતી અને ઘણો સારો બિઝનેસ કર્યો હતો. આશરે 70 કરોડમાં બનેલી આ ફિલ્મે ભારતમાં 538 કરોડ અને ચીનમાં પણ દમદાર કમાણી કરી હતી.