આ મહિનાની 4 ઓક્ટોબથી શરુ થયેલી તેજસ એક્સપ્રેસ પોતાની સુવિધાઓને લઇ ચર્ચામાં છે. જેને ભારતની પહેલી પ્રાઈવેટ ટ્રેન પણ કહેવામી આવી રહી છે. જો કે આ ટ્રેનને IRCTC સંચાલિત કરી રહ્યું છે. IRCTC અને ભારતીય રેલવેનો જ એક ભાગ છે.

એયર હોસ્ટેસની જેમ તેજસમાં રેલ હોસ્ટેસ હાજર હોય છે. યાત્રીઓના આરામદાયક સફરને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થાને અપનાવવામાં આવી છે. સીટની બાજુમાં હાજર બટનને દબાવવા પર રેલ હોસ્ટેસ તેમની પાસે જઈ તેમની જરૂરત પૂછે છે.

BBCની રિપોર્ટ અનુસાર લોકોએ આ રેલ હોસ્ટેસોને કોઈ કારણ વગર પરેશાન કરવાનું શરુ કરી દીધું છે. કેટલાક લોકો કારણ વગર એમને બટન દબાવીને બોલાવે છે કેટલાક ખાવાનું સર્વ કરતી વખતે એમની મરજી વગર તેમનો વીડિયો બનાવી લે છે. અથવા સેલ્ફી લેવા લાગી જાય છે. નોકરીના હાથે મજબુર હોસ્ટેસ તેમને પણ કઈ નથી કહી શકતી.
કેટલાક યાત્રીઓએ તો હોસ્ટેસના વેસ્ટર્ન કપડાં પર પણ આપત્તિ બતાવી છે. ટ્વીટર પર રેલ મંત્રી પિયુષ ગોયેલને મેન્શન કરી યાત્રીઓએ ડ્રેસ બદલીને સાડી કરવાંનુ નિવેદન આપ્યું છે.
આ બધું થાય પછી પણ તેજસમાં કામ કરતી હોસ્ટ્સ પોતાના કામથી સકારાત્મક છે અને યાત્રીઓના ખરાબ વર્તનને પણ ખુશી સાથે ટાળી રહી છે