કોર્ટ અથવા ન્યાયાલય આ શબ્દ બધાએ સાંભળ્યો જ હશે અને ઘણી ફિલ્મોમાં કોર્ટ જોઈ પણ હશે. જ્યાં વિટનેસ બોક્સ હોય છે જેમાં કેદીઓ અને સાક્ષીઓ ને ગીતા પર હાથ મૂકી સાચું બોલવાની કસમ લેવડાવવામાં આવે છે જો કે ભારતની સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટમાં આવું કરવામાં આવતું નથી. જ્યાં વિટનેસ બોક્સ પણ નથી અને ગીતા પર હાથ મૂકી કસમ પણ લેવડાવવામાં આવતી નથી.
સુપ્રીમ કોર્ટ દેશની સર્વોચ્ચ અપીલ કરવામાં માટેની અદાલત છે જ્યાં ટ્રાયલ થતી નથી. સુપ્રીમ કોર્ટમાં નથી વિટનેસ બોક્સ કે નીચલી અદાલતોની જેમ ગીતા પર હાથ મૂકી કસમ લેવડાવવમાં આવતી. જેની જરૂરત ટ્રાયલ કોર્ટ મતલબ નીચલી અદલાતમાં હોય છે.

કોઈ પણ કેશની ટ્રાયલ જિલ્લા અથવા તો સત્ર ન્યયાલય સુધી સીમિત હોઈ છે. સુપ્રીમ કોર્ટમાં તે વ્યવસ્થા નથી. જયારે હોઇકોર્ટના નિર્ણયના વિરુદ્ધમાં અપીલ કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ દેશની સર્વોચ્ય અદાલત છે મતલબ સુપ્રીમ કોર્ટના નિર્ણયનાના વિરુદ્ધમાં કોઈ અપીલ થઈ શકે નહીં.
ઉચ્ચ અધિકારીઓના ઉલ્લંઘન વિરુદ્ધ આર્ટિકલ 32 અનુસાર સીધા સુપ્રીમ કોર્ટમાં તો જઇ શકે છે અને આર્ટિકલ 226 મુજબ સીધી હાઇકોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે.

કોઈ પણ કોર્ટમાં સુનાવણી માટે લઇ જવા પહેલાં જ રજીસ્ટાર પાસે મોકલી આપવામાં આવે છે, જ્યાં સુનાવણી થાય છે અને નિર્ણય આપવામાં આવે છે. જેથી ત્યાં ટ્રાયલ જેવી કોઈ પ્રક્રિયા જ થતી નથી
કેવી છે સુપ્રીમ કોર્ટ ?
સુપ્રીમ કોર્ટમાં કુલ 15 કોર્ટ રૂમ છે, જ્યાં સુનાવણી થાય છે. સુપ્રીમ કોર્ટના કોર્ટ રૂમમાં વીડિયો રેકોર્ડિંગની મંજૂરી નથી. જોકે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને આ વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે અને તેમની મંજૂરીથી શક્ય બને છે, પણ હાલમાં એવું થતું નથી.

સુપ્રીમ કોર્ટના કોર્ટ રૂમની અંદર એક નાની લાઈબ્રેરી હોય છે, જેમાં બીજા ન્યાયાલયોના નિર્ણય અને કાયદાને લગતી બુકો છે અને સુપ્રીમ કોર્ટના ત્રીજા માળે પણ એક લાઈબ્રેરી છે. જે એશિયાની બીજી નંબરની સૌથી મોટી લાઈબ્રેરી છે જ્યાં ત્રણ લાખથી વધુ કાયદાકીય બુકો છે.
ક્યારે બની સુપ્રીમ કોર્ટ ?
સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 માં અમલમાં આવી હતી. ત્યારે તેની કામગીરી સંસદમાં કરવામાં આવતી હતી, ત્યારબાદ 1958 માં તેને અલગ સ્થાન પર કાયમી રૂપથી ખસેડવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના પરિસરમાં ગાંધી બાપુની પ્રતિમા છે, જેનું મુખ સીધું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ના કોર્ટ રૂમ બાજુ છે. ચીફ જસ્ટિસની કોર્ટ આકારમાં સૌથી મોટી છે. સુપ્રીમ કોર્ટના મકાનમાં પ્રવેશ કરતાં મધ્યમા ચીફ જસ્ટિસની કોર્ટ છે. હાલમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઈ છે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સાથે કુલ 34 જસ્ટિસ છે.
