ગણતરીના કલાકોમાં રાફેલ લડાકુ વિમાન(Rafale Fighter jet) ભારત આવી જશે. આ વિમાનોને લઇ દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વિમાન 7000 કિમી અંતર કાપી ભારત આવી રહ્યું છે. આ વિમાન સોમવારે ફ્રાન્સ(France)થી નીકળ્યું હતું. જે મંગળવારે યુએઈ(UAE)માં રોકાયું હતું. જેનું ફ્રાન્સ એરફોર્સ દ્વારા હવામા જ રિફ્યુલિંગ કરવામાં આવ્યું હતું. ભારતને રાફેલ વિમાન મળી ગયા પછી ભારતની વાયુશક્તી(Indian Airforce)માં વધારો થશે તેની શકતીના કારણે દુશ્મન દેશોના હોશ ઉડી જશે. ભારતે ફ્રાન્સ પાસેથી ખરીદેલું રાફેલ વિમાન ફ્રાન્સની વાયુસેનામાં રહેલા રાફેલ વિમાન કરતા પણ વધુ શક્તિશાળી છે.
ફ્રાન્સ દ્વારા ભારત માટે જે રાફેલ વિમાન તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં મીટિઅર અને સ્કાલ્પ મિસાઇલથી સજ્જ હોવાથી તે વધુ ખતરનાક બની ગયું છે. આ બંને મિસાઈલનો રાફેલમાં સમાવેશ હોવાથી રાફેલ વિમાન ભારત માટે ગેમચેન્જર યુદ્ધ વિમાન સાબિત થશે.
મીટિઅર મિસાઈલ
આ મિસાઈલ એડવાન્સ એક્ટિવ રડાર સિસ્ટમથી સજ્જ છે. જે દરેક પ્રકારના હવામાનમાં દુશ્મન પર પ્રહાર કરવા માટે સક્ષમ છે. મીટિઅર મિસાઈલ સુપરસોનિક જેટ વિમાનથી માંડીને નાના માનવ રહિત વિમાનોને પણ નિશાન બનાવી શકે છે.
ક્રૂઝ મિસાઈલ સ્ટોર્મ શેડો
રાફેલ વિમાનમાં સ્ટોર્મ શેડો નામની એક ક્રૂઝ મિસાઈલ પણ છે. આ મિસાઈલ 500 કિમી સુધી હવાથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. સ્ટોર્મ શેડો પ્રતિ કલાક 1000 કિમીની ઝડપે હુમલો કરી શકે છે. મિસાઈલને લોન્ચ કર્યા પછી કંટ્રોલ કરવાની જરૂર રહેતી નથી. આ મિસાઈલ 450 કિગ્રા દારૂગોળો લઇ જવાની ક્ષમતા ધરાવે છે.
સ્કાલ્પ મિસાઈલ
સ્કાલ્પ મિસાઈલ આશરે 300 કિમી સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલ પહેલાથી ધારેલા લક્ષ્યને સાધવામાં કે પછી સ્થિર લક્ષ્યને ભેદવામાં સક્ષમ છે. સ્કાલ્પ મિસાઈલ બ્રિટનની રોયલ એરફોર્સ અને ફ્રાન્સની વાયુસેના પાસે છે. ખાડી યુદ્ધ દરમિાયન તેનો ઉપયોગ કરાયો હતો.
ભારતને મળેલ રાફેલ ફ્રાન્સના રાફેલ કરતા વધુ ઘાતક
ફ્રેન્ચ ભાષામાં રાફેલનો અર્થ તોફાન થાય છે. એટલે કે રાફેલ વિમાન માત્ર એક કલાક માં જ દિલ્હી થી પાકિસ્તાનના કવેટા અને કવેટા થી પાછું દિલ્હી આવી શકે છે. બીજા યુદ્ધ વિમાનોની સરખામણીમાં રાફેલ વિમાન લંબાઈ અને પહોળાઈ ઓછી ધરાવે છે સાથે જ તેનું વજન પણ ઘણું જ ઓછું છે. ભારતને મળનારા રાફેલ વિમાનની વિશેષતા એ છે કે Beyond Visual range Air-to-Air-Missile હશે, જેની રેન્જ 150 કિમીથી વધુની હોય છે.
ભારતને આપવામાં આવેલ રાફેલ જેટમાં હશે આ 6 ફેરફાર
- ઈઝરાયેલી હેલમેટ માઉન્ટેડ ડિસ્પલે
- રડાર વોર્નિંગ રિસિવર્સ
- લો બેન્ડ જેમર્સ
- 10 કલાકનો ફ્લાઈટ ડેટા રેકોર્ડિંગ સિસ્ટમ
- ઈન્ફ્રા રેડ સર્ચ
- ટ્રેકિંગ સિસ્ટમ

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.