નાગરિકતા સંશોધન કાનૂન (CAA) વિરુદ્ધ પ્રદર્શન ને લઇ દેશના કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઈકોનોમિકલ રિલેશન્સ સહીત બે થિંક ટેક સંસ્થાઓની રિસર્ચ મુજબત, ઇન્ટરનેટ બેન કરવાના મુદ્દે ભારત દુનિયાભરમાં આગળ હતા. પરંતુ શું તમને શું ખબર છે કે સરકાર ઇન્ટરનેટ પર બેન લગાવવાનો નિર્ણય ક્યારે કરે છે. ઇન્ટરનેટ સસ્પેન્ડ કરવાની એક સમગ્ર પ્રક્રિયા છે, જેને ફોલો કરતા બેન લગાવવામાં આવે છે.
ભારતમાં ઇન્ટરનેટ પર કેવી રીતે લગાવાય છે બેન ?
- કેન્દ્ર અથવા રાજ્ય ગૃહસચિવ ઇન્ટરનેટ બંધ કરવાનો ઓર્ડર આપે છે
- આ ઓર્ડર એસપી અથવા એનાથી ઉપરના રેન્ક ના અધિકારી ના માધ્યમથી મોકલવામાં આવે છે. પ્રો। અધિકારી સર્વિસ પ્રોવાઇડરને ઇન્ટરનેટ સર્વિસ બ્લોક કરવાનું કહેવામાં આવે છે
- ઓર્ડરને આગળ કામકાજી દિવસ ની અંદર કેન્દ્ર અથવા રાજ્ય સરકારના રીવ્યુ પેનલ પાસે મોકલવામાં આવે છે. આ રીવ્યુ પેનલની 5 વર્કિંગ દિવસમાં આની સમીક્ષા કરવાની હોય છે. કેન્દ્ર સરકારના રીવ્યુ પેનલમાં કેબિનેટ સેક્રેટરી, લો સેક્રેટરી અને ટેલિકમ્યુનિકેશન્સ સેક્રેટરી હોય છે. ત્યાં, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ રીવ્યુ પેનલમાં ચીફ સેક્રેટરી, લો સેક્રેટરી અને એક અન્ય સેક્રેટરી સામેલ હોય છે.
ઇમર્જન્સીમાં શું હોય છે ?
ઇમર્જન્સીની સ્થિતિ માં કેન્દ્ર અથવા રાજ્યના ગૃહ સચિવ દ્વારા અધિકૃત કરવામાં આવેલ જોઈન્ટ સેક્રેટરી ઇન્ટરનેટ બેન કરવા માટે આદેશ આપી શકે છે. જો કે આના માટે તેઓએ 24 કલાકની અંદર કેન્દ્ર અથવા રાજ્યના ગૃહ સચિવ પાસે મંજૂરી લેવી પડે છે.
2017 પહેલા અલગ નિયમ
2017 પહેલા જિલ્લાના ડીએમ ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપતા હતા. 2017માં સરકારે ઇન્ડિયન ટેલિગ્રામ એક્ટ 1885 મુજબ ટેમ્પરરી સસ્પેન્ડ ઓફ ટેલિકોમ સર્વિસ (પબ્લિક ઇમર્જન્સી કે સર્વિસ સેફટી) રૂલ્સ તૈયાર કરે છે. ત્યાર પછી હવે માત્ર કેન્દ્ર અથવા રાજ્યના ગૃહ સચિવ એમના દ્વારા અધિકૃત અથોરીટી ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપી શકે છે

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.