આજે 16 જાન્યુઆરીના રોજ હજીરા સ્થિત એલ એન્ડ ટી ખાતે કુલ 51 જેટલી કે-9 વજ્ર હોવિત્ઝર ગન(ટેન્ક) કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના હસ્તે રાષ્ટ્રને અર્પણ કરાશે. એલ એન્ડ ટી દ્વારા 2018માં નિર્માણ કરાયેલી કે-9 વજ્ર હોવિત્ઝર ટોપ તૈયાર કરવામાં આવી હતી. તેવી બીજી 90 ગન આવનારા વર્ષોમાં તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે જેને લઇ 19મી જાન્યુઆરી 2019ના રોજ હજીરા એલ એન્ડ ટી ખાતે પ્રથમ વખત કોઇ પ્રાઇવેટ સેક્ટરમાં આર્મડ સિસ્ટમસ કોમ્પલેક્ષનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ટેન્કની ખાસિયત
આ ટેન્ક 40 કિલોમીટરથી લઈને 52 કિમી સુધીની મારક ક્ષમતા ધરાવે છે. તો 15 સેકન્ડની અંદર ત્રણ સેલ છોડવાની ક્ષમતા ધરાવે છે. MRSI મોડમાં ગોળા રાખવાની ક્ષમતા ધરાવે છે આ ગનની ઓપરેશનલ રેન્જ 480 કિલોમીટર છે મલ્ટિપલ રાઉન્ડ્સ મલ્ટીનેશનલ ઇફેક્ટ ધરાવે છે ટેન્ક આ ટેન્કને સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર ગન પણ કહેવાય છે. તે બોફોર્સ ટેન્કને પણ ટક્કર મારે તેવી છે.

આજે ગુરૂવારે કુલ 51 જેટલી ગન રક્ષા મંત્રી રાજનાથ સિંહના હસ્તે એલ એન્ડ ટી રાષ્ટ્રને અર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે, આ ગન બનાવવા માટે દક્ષિણ કોરીયા સાથે થયેલા કરાર આધારિત તેમાં એલ એન્ડ ટી પણ સહયોગ કરી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વર્ષ 2018માં કુલ 100 ગન બનાવવા માટે કરાર થયા હતા. જેમાંથી કુલ 10 જેટલી ગન 2018માં રાજસ્થાન, જેસલમેર તથા જોધપુરમાં પરિક્ષણ થયા બાદ આર્મીને અર્પણ પણ કરવામાં આવી છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.