મહારષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર બનવા જાઓ રહી છે મુંબઈના શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ શપથ ગ્રહણ પહેલા ત્રણે પાર્ટીએ પોતાનો કોમન મિનિમમ પ્રોગ્રામ જાહેર કર્યો છે. કોમન મિનિમન પ્રોગ્રામમાં ખેડૂતોને તાત્કાલિક સહાયતા અને દેવા માફીની વાત સામેલ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના આ એનસીપી-કૉંગ્રેસ-શિવસેના ગઠબંધન સરકારના કોમન મિનિમન પ્રોગ્રામમાં સ્વાસ્થ્ય, ઉદ્યોગ, ખેડૂત, રોજગાર, શિક્ષા, શહેરી વિકાસ, પર્યટન, કલા, સંસ્કૃતિ અને મહિલાઓના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

મહાવિકાસ અઘાડીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સરકાર સમાજના બધા વર્ગોને સાથે લઈને આગળ વધશે. મહારાષ્ટ્રની જનતા માટે કામ કરશે. અમારી સરકાર બધા ધર્મ, જાતિ, પંથના લોકોના વિકાસ માટે કામ કરશે. રાજ્યના લોકોને નોકરીમાં 80 ટકા અનામત આપવાનો કાયદો લાવવામાં આવશે. સરકારી વિભાગોમાં ખાલી પડેલા પદો તાત્કાલિક ધોરણથી ભરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી પદે શપથગ્રહણ પછી આજે રાત્રે પ્રથમ કેબિનેટ બેઠક યોજાશે.
