ચૂંટણી પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલ સામે આવવા લાગ્યા છે. જેમાં પ્રમાણે ગુજરાતમાં ભાજપને 2 થી 4 બેઠકના નુકસાનની શકયતા જોવામાં આવી રહી છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાંથી ભાજપને ઝટકો પડી શકે છે. 2014 જેવી મોદી લહેર ગુજરાતમાં જોવા નથી મળી રહીં.
ગુજરાતી વડાપ્રધાન હોવા છતાં પણ ભાજપની બેઠક ઘટી રહિ છે. મોદી સરકાર અને રાજ્ય સરકારની કામગીરીથી થોડી નારાજગી દેખાય છે. ખેડૂતોમાં સરકાર સામેની નારાજગી ભારે પડી શકે છે. વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસનું સંગઠન મજબૂત થયું હોય તેવુ લાગી રહ્યું છે. પણ તે લોકસભાની ચૂંટણી સુધી તેટલું જ સારી રીતે રહી શક્યું ન હતું.
સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ભાજપને નુકસાનની શકયતા દેખાય રહી છે. તેમજ જો દેશની વાત કરવામાં આવે તો ભાજપને ઉત્તર પ્રદેશમાંથી મોટું નુકસાન થઇ શકે છે, જેની ભરપાઇ અન્ય રાજ્યોમાંથી કરી શકે છે. જેના માટે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં ભાજપની સ્થિતિ મજબૂત જોવા મળી શકે છે.
ન્યૂઝ આયોગ પર બે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અલકેશભાઇ પટેલ અને અજયભાઇ નાયક દ્વારા કરવામાં આવેલા તારણમાં સ્પષ્ટ ભાજપના સંગઠિત એનડીએને બહુમત મળે તેવી વાત કરી છે.
NewsAayog ના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપનું એનડીએ 300 થી 10 વધુ કે ઓછની આસપાસ રહી શકે છે.
જ્યારે કોંગ્રેસ માટે મુશ્કેલી ઓછી થશે નહીં
તો ગુજરાતમાં ભાજપને 2 થી 4 બેઠકનું નુકસાન થઇ શકે છે અને કોંગ્રેસ માત્ર પોતાના સારા દેખાવનો દાવો કરી શકે છે.
જ્યારે ક્ષેત્રિય પક્ષો સમગ્ર દેશમાં ભાજપ સામે મજબૂત વિકલ્પ બનીને ઉભો થતો હોય તેવી સ્થિતિ જોવા મળી શકે છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.