ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 12 ઓગસ્ટ 2019, ના દિવસે ટીવી પર આવ્યા. ત્યારે તેમનો એક એકદમ અલગ જ અંદાજ હતો. એ દિવસે વડાપ્રધાન મોદી ડિસ્કવરીના ‘મેન વર્સિસ વાઈલ્ડ’ ના ભાગ હતા.
આ પ્રોગ્રામનુ શુટિંગ ક્યારે થયું તેના અંગે વિરોધ પક્ષ દ્વારા ઘણાં સવાલો કરવામાં ઉઠ્યા છે ત્યારે એક વાત સામે આવી રહી છે કે,ફેબ્રુઆરીમાં ઉત્તરાખંડના જિમ કોર્બેટ પાર્કમાં આ શોનું શુટિંગ થયું હતું.
જેમના આ પ્રોગ્રામ માટે ડિસ્કવરી ચેનલે જિમ કોર્બેટને રૂ. 1.26 લાખ આપ્યા હોવાનો દાવો અંગ્રેજી અખબાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીના આ એપિસોડનો પહેલો પ્રોમો 29 જુલાઈ ના દિવસે આવ્યો હતો ત્યારથી જ ચર્ચાઓનો દોર શરૂ થયો હતો.
મેન વર્સિસ વાઈલ્ડના શુટિંગ માટે જિમ કોર્બેટે આટલો ચાર્જ વસુલ્યોજો કે હજી સુધી આ અંગે કોઈ પણ પુરવો નથી મળ્યો. પણ વડાપ્રધાન મોદી અમેરિકન રાષ્ટ્રપતિ પછી બીજા નેતા છે જેમણે બેયર ગ્રીલસ સાથે મેન વર્સિસ વાઈલ્ડનો અનુભવ કર્યો છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.