રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દરરોજ 1 હજારથી વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે. સાથે જ ગુજરાતમાં દર્દીઓનો રિકવરી રેટ 80% નજીક પહોંચી ગયો છે. આ બધા વચ્ચે શનિવારે દેશમાં 74 સ્વતંત્રતા દિવસથી ઉજવણી કરવામાં આવી. ત્યારે મહેસાણા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાગ લીધો હતો. જેમાં તેમણે જણાવ્યું, સરકાર દ્વારા 3 લાખનો ખર્ચ કોરોનાગ્રસ્ત નાગરિકોની સારવાર માટે કરવામાં આવે છે.
કોરોનાના દર્દીઓ પર 3 લાખ રૂપિયાનો ખર્ચ
કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે, ‘ગુજરાતે આજ દિન સુધી અનેક પડકારોનો સામનો કર્યો છે. હવે કોરોના જેવા પડકારો અને મુશ્કેલીઓ સામે નાગરિકોના સાથ-સહકારથી લાંબી લડાઇ લડી રહ્યું છે. જે માટે સરકાર દ્વારા કોરોનાને નાથવા સકારાત્મક પ્રયાસો કરાયા છે. રાજ્ય સરકારના વિવિધ પ્રયાસો દ્વારા આપણે મૃત્યુદરમાં ઘટાડો-રીક્વરી રેટમાં વધારો કરી શક્યા છીએ.
તેમણે વધુમાં જણાવ્યું, કોરોનાગ્રસ્ત નાગરિકોની સારવાર માટે સરકાર ૩ લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. આ ઉપરાંત દર્દીઓને 40 હજારના ઇન્જેક્શન વિના મૂલ્યે આપવામાં આવે છે. કોરોના સામેની આ લડાઇમાં નાગરિકોએ ફરજીયાત માસ્ક-સેનિટાઇઝેશન-સોશિયલ ડિસ્ટન્સને જીવનનો હિસ્સો બનાવી લેવું જરૂરી.
આ પણ વાંચો : આગામી દિવસોમાં આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, તંત્રને એલર્ટ રહેવા સૂચના
